Home Health-lifestyle Happy Republic Day 2025 Five Tricolour Tiffin Dishes

પૌંવાથી લઈને પુલાવ સુધી : ત્રિરંગી વાનગી બનાવીને ઉજવો ગણતંત્ર દિવસ

પૌંવાથી લઈને પુલાવ સુધી
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 07:12 AM IST

ભારતમાં રાષ્ટ્રીય પર્વ એટલે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ. આ બે દિવસ એવા હોય છે જ્યારે દેશના ખુણે ખુણે ત્રિરંગાની ઝલખ જોવા મળશે. પોશાકથી લઈને ઘરે ઘરે ઝંડા ફરકવામાં આવે છે. વૉટ્સએપના લોકો સ્ટેટસ મુકે છે. અને ગર્વથી ઉજવણી કરી છે. તેમાં આ વખતે તમે ગણતંત્ર દિવસના પર્વ પર ત્રિરંગા રંગની અલગ અલગ વાનગી પણ બનાવી શકો છો. જે આપના માટે ખરેખર યાદગાર રહેશે.


ત્રિરંગા પૌંવા
પૌંવા એક ખૂબ જ સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન વાનગી છે, જે નાસ્તા માટે ખુબ જાણીતા છે અને ગુજરાત પણ લોકો ઘરે ઘરે ખાય છે. પૌંવાને ત્રિરંગાનો લુક પણ આપી શકાય છે. તમારે લીલા રંગ માટે પાલકનો ઉપયોગ કરવો પડશે, જ્યારે કેસર રંગ કોળામાંથી આવશે. આ સિવાય ગાજર અને કેપ્સિકમમાંથી પણ ત્રિરંગાનું ફિલિંગ મેળવી શકાય છે.



ત્રિરંગા ઢોકળા
ગુજરાતની લાઈફ કહેવાતા ઢોકળાને તિરંગામાં પણ તૈયાર કરી શકાય છે. સવારના નાસ્તામાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ખાસ વાત એ છે કે ઢોકળા બાળકોની સાથે મોટાઓને પણ ખૂબ પસંદ આવે છે. તમે તેને ટિફિનમાં પણ મોકલી શકો છો. ઢોકળા પર ત્રિરંગ લાવવા માટે કેસરનું પાણી અને પાલકની પ્યુરીનો ઉપયોગ કરી શકાય છે.



ત્રિરંગો સેન્ડવિચ
સેન્ડવિચ બનાવવી સૌથી સરળ છે. તમે તિરંગામાં સેન્ડવીચ પણ તૈયાર કરી શકો છો. ફેદ બ્રેડમાંથી બનેલી સેન્ડવીચને લીલી ચટણી અને ગાજર અને ચીઝ પેસ્ટથી તૈયાર કરી શકો છો.



ત્રિરંગા પુલાવ
ઘણા લોકો શિયાળાના ગરમ પુલાવ ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમે 26 જાન્યુઆરીએ ત્રિરંગા પુલાવ પણ તૈયાર કરી શકો છો. તમે લીલા રંગ માટે લીલી ચટણી અને કેસરી રંગ માટે ટામેટાની પ્યુરીનો ઉપયોગ કરી શકો છો. આ વાનગી દેશભક્તિ દર્શાવવાનો શ્રેષ્ઠ માર્ગ પણ સાબિત થઈ શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now