Home International Hamas Propose Total Ceasefire In Gaza And Ready To Release All Hostages Of Israel

‘‘બસ કરો, અમારે જ નથી કરવું યુદ્ધ’’ : એક બાજુ લોકોનો વિરોધ અને બીજી બાજુ ઇઝરાયેલનાં તાબડતોડ હુમલાથી આખરે ઝૂક્યું હમાસ

‘‘બસ કરો, અમારે જ નથી કરવું યુદ્ધ’’
Published by: OBS Bureau
Last Updated: Apr 18, 2025, 01:06 PM IST

7 ઓક્ટોબર 2023થી ઇઝરાયેલ અને હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા એકધારા યુદ્ધનો અંતા આણવા હવે હમાસે જ સંકેત આપ્યો છે. હમાસે કહ્યું કે, ગાઝા યુદ્ધ સમાપ્ત થાય તો બંધકોને મુક્ત કરવાની વાત ટેબલ પર થઇ શકે છે. 

મિડલ ઇસ્ટમાં છેલ્લા થોડા વર્ષોથી હિંસક સંઘર્ષ માટે જાણીતા હમાસ અને ઇઝરાયેલની બબાલથી હવે ખુદ હમાસ કંટાળ્યું છે.  ઇઝરાયેલના સતત હુમલાઓ વચ્ચે આશ્ચર્યજનક રીતે હમાસે બાકીના બધા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાની ઇચ્છાનો સંકેત આપ્યો છ. જો કે આ માટે ઇઝરાયલ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે સહમત થાય તેની શરત પણ રાખવામાં આવી છે. 

હમાસ દ્વારા "લાસ્ટ કાર્ડ" તરીકે વર્ણવવામાં આવેલા આ પ્રસ્તાવમાં ફક્ત બંધકોની મુક્તિ જ નહીં, પરંતુ સંપૂર્ણ યુદ્ધવિરામ, પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ અને યુદ્ધગ્રસ્ત ગાઝાના પુનર્નિર્માણની માગનો સમાવેશ થાય કરવામાં આવ્યો છે.

પરંતુ હમાસે આ ઓફર એક શરત સાથે આપી છે. જેમાં કોઈ કામચલાઉ યુદ્ધવિરામ નહીં, કોઈ અડધા પગલાં નહીં. પરંતુ સંપૂર્ણ યુદ્ધવિરામ અને ગાઝાના પુન:નિર્માણની શરત મુકવામાં આવી છે. હમાસે સંકેત આપ્યો છે કે યુદ્ધનો અંત કરવા માટે તેઓ એકીસાથે તમામ બંધકોને છોડવા માટે તૈયાર છે. 

બીજી બાજુ યુદ્ધને લિને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બન્ને બાજુ શરતી વલણ અપનાવ્યું છે, જ્યાં સુધી 59 બંધકોમાંથી છેલ્લાને મુક્ત ન કરવામાં આવે અને હમાસની લશ્કરી ક્ષમતાઓને સંપૂર્ણપણે નાબૂદ ન કરવામાં આવે ત્યાં સુધી ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવાનું નેતન્યાહૂએ વચન આપ્યું છે. નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલ માટે કોઈપણ કરાર જે હમાસને શક્તિ આપે છે તે અસ્વીકાર્ય છે.

મહત્વનું છેકે ઓક્ટોબર 2023માં હમાસ સંગઠને ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી, જેમાં 1,200 ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને 251 બંધકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જે બાદ મરવા મારવા પર આવી ગયેલા ઇઝરાયેલે ગાઝામાં સતત લશ્કરી અભિયાન ચલાવી રહ્યું છે. ઇઝરાયેલ ગાઝાના યુદ્ધમાં કમસે કમ 51,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

બીજી બાજુ અમેરિકાએ હમાસની રણનીતિની નિંદા કરી છે, બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે અને તમામ પક્ષોને રાજકીય એજન્ડા કરતાં માનવ જીવનને પ્રાથમિકતા આપવા હાકલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video