Home Health-lifestyle Hair Fall Prevention Tips Home Remedies Baalo Ka Jhadna Rokne Ke Gharelu Upaye Ayurvedic Formula Lifestye Tips

શું તમે પણ હેર ફોલથી પરેશાન છો? : તો આ ઘરગથ્થુ ઉપાયો બાચાવી લેશે તમારા ખરતા વાળ

શું તમે પણ હેર ફોલથી પરેશાન છો?
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2025, 08:12 AM IST

આજના દોડધામ વાળી લાઈફ સ્ટાઈલને કારણે વાળનું ખરવું અને ટાલ પડવાની સમસ્યા તો હવે સામાન્ય બની ગઈ છે. જેના પાછળના મુખ્ય કારણો નબળી જીવનશૈલી, શરીરમાં પોષક તત્વોનો અભાવ અને તણાવ ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સમસ્યાઓ હવે યુવાનોની સાથો સાથ નાના બાળકોને પણ પરેશાન કરવા લાગી છે. હવે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ શોધવો જરૂરી છે કારણ કે વધુ પડતા વાળ ઉતરી ગયા પછી આ સમસ્યાથી છુટકારો મેળવવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. તો ચાલો અમે તમને નિષ્ણાત ડૉક્ટર દ્વારા શેર કરેલી હેર ફોલ રોકવાની ટિપ્સ વિશે જણાવીએ.

ડૉક્ટર સલીમ ઝૈદીએ વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરગથ્થુ ઉપાયો વિશે માહિતી આપતા હોય છે. જેઓ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આ પેજ પર તે લોકો સાથે સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત વીડિયો શેર કરતો રહે છે. તો ચાલો નિષ્ણાંત દ્વારા શેર કરેલી કેટલીક ઉપયોગી ટિપ્સ

નારિયેળ તેલ અને મીઠા લીમડાનું માસ્ક
ડોક્ટર્સનું કહેવું છે કે, નારિયેળના તેલમાં લૌરિક એસિડ હોય છે, જે વાળમાં ઝડપથી ઓગળી જાય છે, તેને પોષણ આપે છે અને નવા હેર ગ્રોથમાં મદદ કરે છે. સાથે જ કરી પત્તા નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. કરી પત્તામાં બીટા કેરોટીન હોય છે, જેને વાળના પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ માસ્ક બનાવવા માટે તમારે 1 કપ નારિયેળ તેલમાં 1 મુઠ્ઠી કરી પત્તા ઉમેરીને તેને ગરમ કરી લેવું, આ તેલને તમારે અઠવાડિયામાં 2-3 વખત લગાવવાથી અનેક ફાયદા મળે છે.

ડુંગળીના રસનો ઉપાય
ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને વાળમાં લગાવવાથી વાળનો વિકાસ થાય છે. ડુંગળીમાં સલ્ફરથી ભરપૂર હોય છે, જેને સ્કાલ્પ પરની ચામડી માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપાય કરવા માટે ડુંગળીને નાના ટુકડાઓમાં કાપીને તેનો રસ કાઢીને વાળ ધોતા પહેલા ડુંગળીનો રસ તમારા વાળમાં લગાવી શકો છો.

મેથી દાણાનું માસ્ક
મેથીના દાણામાં એવા તત્વો હોય છે જે વાળને પોષણ આપે છે, નવા વાળને ઉગાડતા મદદ કરતા આ પદાર્થને એન્ઝાઈમ પણ હોય છે. મેથી સિડ્સના માસ્ક બનાવવા માટે તમારે મેથીના દાણાને પલાળી રાખવાના છે અને પછી તેની પેસ્ટ બનાવીને તેને વાળમાં લગાવી શકાશે. મેથીના દાણાની પેસ્ટ વાળમાં લગાવવાથી પણ વાળ મજબૂત થાય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now