Home International Hafiz Saeed Attecked Let Jud Pakistan Terrorist Laskar E Taiba Abu Qatal Abu Qatal Crime News International News Offbeatstories

Hafiz Saeed Attacked : ભારતનો સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈદ ગણી રહ્યો છે છેલ્લી ઘડીઓ

Hafiz Saeed Attacked
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2025, 10:12 AM IST

Hafiz Saeed Attacked: ભારતનો સૌથી મોટો દુશ્મન હવે ગણી રહ્યો છે છેલ્લી ઘડીઓ. અહીં વાત થઈ રહી છે 2008માં મુંબઈ પરના આતંકી હુમલાના માસ્ટર માઈંડ હાફિઝ સઈદની. પાકિસ્તાનમાં છુપાયેલો લશ્કર-એ-તૈયબાનો મુખિયા હાફિઝ સઈઝ પોતાના ભત્રીજા આતંકી અબુ કતાલ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. એ સમયે જ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. આ ગોળીબારમાં અબુ કતાલની હત્યા થઈ ગઈ. જ્યારે મળતી માહિતી આ ગોળીબારમાં આતંકી હાફિઝ સઈદ ગંભીર રીતે ઘવાયો છે. એવી પણ માહિતી સામે આવી છેકે, હાલ હાફિઝ સઈદ છેલ્લી ઘડીઓ ગણી રહ્યો છે. પાકિસ્તાનના ઝેલમમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ પર ગોળીબાર થયાના સમાચાર છે. આ હુમલામાં તેનો જમણો હાથ અબુ કતલ માર્યો ગયો અને હાફિઝની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ભારતના સૌથી મોટા દુશ્મન આતંકી હાફિઝ સઈદ પર ફાયરિંગ
જેલમમાં હાફિઝ સઈદ પર ગોળીબાર, હાલત ગંભીર
આ હુમલામાં હાફિઝનો જમણો હાથ અબુ કતલ માર્યો ગયો
સઈદને રાવલપિંડીની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને ગોળી મારવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાનના જેલમથી પોતાના છુપાયેલા સ્થળે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેના પર ગોળીઓ વરસાવવામાં આવી. આ હુમલામાં તેનો જમણો હાથ અબુ કતલ માર્યો ગયો, જ્યારે હાફિઝની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

હાફિઝ સઈદ પાકિસ્તાની આર્મી કોર્પ્સ કમાન્ડર મંગલા સાથે મુલાકાત કરીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તેનો જમણો હાથ અબુ કતલ પણ તેની સાથે હતો. પછી તેમની કાર પર ગોળીઓ વરસાવવામાં આવી. આ હુમલામાં કતલનું મોત થયું, જ્યારે સઈદ ગંભીર રીતે ઘાયલ થયો. તેમને રાવલપિંડીની નજીકની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આ સમાચારની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

હાફિઝ સઈદ કોણ છે?
હાફિઝ સઈદ લશ્કર-એ-તૈયબા (LeT) અને જમાત-ઉદ-દાવા (JuD) જેવા આતંકી સંગઠનનો સ્થાપક છે. તે ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે. હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાનો મુખ્ય આરોપી પણ છે, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ રીતે તે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા દુશ્મનો પૈકીનો એક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now