Home Gujarat Gujarats Tableau Tops The Popular Choice Category For The Fourth Consecutive Year

ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'મા પ્રથમ : સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનરે CMને વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કર્યા

ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'મા પ્રથમ
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 01:41 PM IST

77મા પ્રજાસત્તાક દિવસના અવસર પર નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લોએ વર્ષ 2026માં સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ એવોર્ડ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

વિજેતા ટેબ્લો માટેની ટ્રોફી અને પ્રશંસાપત્ર CM ને અર્પણ કરાયું

દેશભરમાંથી લોકો દ્વારા મળેલા બહોળા સમર્થનના આધારે ગુજરાતના ટેબ્લોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ હાંસલ કર્યો છે. આ વિજેતા ટેબ્લો માટેની ટ્રોફી અને પ્રશંસાપત્ર માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે તથા માહિતી કમિશનર કિશોર બચાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યા હતા.

પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને

આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય સચિવ એમ કે દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ સંજીવકુમાર તેમજ માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ટેબ્લોએ તેની અનોખી કલ્પના, સાંસ્કૃતિક વૈભવ અને રાજ્યના વિકાસને અસરકારક રીતે રજૂ કરીને દેશભરના દર્શકોનું દિલ જીત્યું હતું. સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું ગુજરાતની સર્જનાત્મકતા અને જનસમર્થનનું સ્પષ્ટ પ્રતિબિંબ ગણાઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now