Home National-International Gujaratis Favourite Hill Station Mount Abu Has Been Renamed Now It Will Be Known As Aburaj Rajasthan Government Big Announcement

ગુજરાતીઓના માનીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલાયું : હવે 'આબુરાજ' તરીકે ઓળખાશે; રાજસ્થાન સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાતીઓના માનીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલાયું
Published by: Offbeat Team
| Last Updated: Feb 28, 2026, 09:22 AM IST

ઉત્તર પ્રદેશ અને દિલ્હીની જેમ હવે રાજસ્થાનમાં પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને પુનર્જીવિત કરવા માટે સ્થળોના નામ બદલવાનો સિલસિલો શરૂ થયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિનિયોગ વિધેયક પરની ચર્ચા દરમિયાન વહીવટી અને રાજકીય દાવ ખેલતા રાજ્યના ત્રણ મુખ્ય સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળ સ્થાનિક જનભાવના અને ઐતિહાસિક તથ્યોને આધાર બનાવવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે નવા નામોથી આ વિસ્તારોની પ્રાચીન ઓળખ ફરી સ્થાપિત થશે અને સ્થાનિક સાંસ્કૃતિક વારસાને મજબૂતી મળશે.

રાજસ્થાનના કયા શહેરોના નામ બદલાયા?

મુખ્યમંત્રીના આદેશ બાદ હવે રાજસ્થાનના આ ત્રણ સ્થળો નવી ઓળખ સાથે ઓળખાશે:

  1. માઉન્ટ આબુ: હવે 'આબુરાજ' તરીકે ઓળખાશે.

  2. કામૌ (Kaaman): હવે 'કામવન' તરીકે ઓળખાશે.

  3. જહાજપુર: હવે 'યજ્ઞપુર' તરીકે ઓળખાશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ માટે મોટી ફાળવણી

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વિનિયોગ વિધેયક પરની ચર્ચા દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સુવિધાઓને વેગ આપવા માટે જયપુર મેટ્રોના વિસ્તરણ માટે રૂ. 13,000 કરોડના ખર્ચે 42.80 કિમી લાંબી મેટ્રો લાઇનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, જાહેર પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે રોડવેઝમાં 300 નવી બસોની ખરીદી કરવામાં આવશે. રાજ્યના રસ્તાઓના નેટવર્કને સુધારવા માટે મિસિંગ લિંક રસ્તાઓના સમારકામ હેતુ રૂ. 500 કરોડની વધારાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે શહેરોમાં વીજળીના તારને અંડરગ્રાઉન્ડ કરવા માટે રૂ. 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે પ્રોત્સાહન

ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર દ્વારા મોટા પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઘઉંના MSP પર પ્રતિ ક્વિન્ટલ રૂ. 150નું બોનસ જાહેર કરાયું છે, જેના કારણે હવે ઘઉંની ખરીદી રૂ. 2,735 પ્રતિ ક્વિન્ટલના ભાવે થશે. ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા લાવવા માટે તમામ ખેડૂતો માટે સોલર પ્લાન્ટ સ્થાપવા હેતુ લેન્ડ યુઝ ચેન્જ (NA) ની પ્રક્રિયા હવે સ્થાનિક સ્તરે જ થઈ શકશે, જે એક મોટો વહીવટી સુધારો છે. ઉપરાંત, ગ્રામીણ વિકાસના કામોને વેગ આપવા માટે પંચાયતોને રૂ. 9,200 કરોડની માતબર ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રોજગાર અને પેન્શન યોજનામાં વધારો

યુવા રોજગાર અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે પણ સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં 4 લાખ સરકારી ભરતીઓના સંકલ્પને પૂર્ણ કરવાના ભાગરૂપે, હવે 1.25 લાખ પદો પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવશે, જેમાં અગાઉના લક્ષ્યાંક કરતા 25,000 પદોનો વધારો કરવામાં આવ્યો છે. યુવાનોમાં કૌશલ્ય વર્ધન માટે જયપુરમાં રૂ. 450 કરોડના ખર્ચે 'અટલ બિહારી વાજપેયી ગ્લોબલ સ્કીલિંગ સેન્ટર' સ્થાપવામાં આવશે. આદિવાસી યુવાનોને પ્રોત્સાહન આપવા માટે 5,000 યુવાનોને સ્વરોજગાર હેતુ વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. સામાજિક સુરક્ષાના ભાગરૂપે, 60 વર્ષથી વધુ વયના પત્રકારોને રૂ. 18,000 અને વિધવાઓને રૂ. 9,000 માસિક પેન્શન આપવાની જાહેરાત કરાઈ છે.

કેમ બદલ્યા નામ
સરકારનું કહેવું છે કે રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે નામ બદલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભજનલાલે આ નામ બદલવા વિશે કહ્યું કે આ નિર્ણય સ્થાનિક જનભાવનાઓ અને ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જેના દ્વારા વિસ્તારોની પ્રાચીન ઓળખને જીવિત કરવાનો પ્રયત્ન કરાયો છે. અત્રે જણાવવાનું કે માઉન્ટ આબુને એક પવિત્ર સ્થળ તરીકે ઓળખ અપાવવા માટે આબૂ રાજ કે અબૂરાજ તીર્થ નામનો પ્રસ્તાવ સ્થાનિકો દ્વારા મળ્યો હતો. 

કેરળનું પણ નામ બદલાયું
અત્રે જણાવવાનું કે રાજસ્થાનના જ 3 જગ્યાઓના નામ બદલાયા છે એવું નથી. હાલમાં જ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળનું પણ નામ બદલાયું. કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલીને કેરળમ કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. નામ વિશે વાત કરીએ તો મલયાલમમાં કેરાનો અર્થ એટલે નારિયેળનું ઝાડ એમ થાય અને અલમ એટલે ભૂમિ. આમ કેરળમ એટલે નારિયેળના વૃક્ષોની જમીન એમ થાય. આ નામથી રાજ્યની ઓળખ ફલિત થાય એવું લાગે છે.

બીજી કઈ કઈ જગ્યાઓના નામ બદલાયા
આ સિવાય ભાજપ શાસિત રાજ્યોમાં સતત નામ બદલવાની પ્રક્રિયા ચાલુ જ છે. આ સિવાય દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ અનેક જગ્યાઓના નામ બદલાયા છે. દિલ્હીમાં મેટ્રો સ્ટેશનોના નામ બદલ્યા. 

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"અમને ખબર નથી કે આગળ શું થશે?": ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માંગી

"અમને ખબર નથી કે આગળ શું થશે?"

"શસ્ત્રો નીચે મૂકો... નહીં તો મરો!": ટ્રમ્પે IRGCને આપી સીધી ધમકી, ઈરાનમાં વિસ્ફોટોની લહેર, કટોકટીની સ્થિતિ

"શસ્ત્રો નીચે મૂકો... નહીં તો મરો!"

ઈરાને 7 અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર વિનાશ વેર્યો...: બહેરીન, કુવૈત, કતાર અને યુએઈના ઠેકાણાઓ પર છોડવામાં આવી મિસાઈલો

ઈરાને 7 અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર વિનાશ વેર્યો...
Play Video

"અમે તેમની મિસાઇલોનો નાશ કરીશું...": ઈરાન પર ઇઝરાયલના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું નિવેદન

"અમે તેમની મિસાઇલોનો નાશ કરીશું..."

અમેરિકામાં AI કંપનીઓ વચ્ચે યુદ્ધ: ટ્રમ્પે Anthropicને કરી દીધી બ્લેકલિસ્ટ, OpenAIને તાત્કાલિક ડીલ! જાણો શું છે મામલો

અમેરિકામાં AI કંપનીઓ વચ્ચે યુદ્ધ

PM મોદીની મોટી ભેટ: દેશવ્યાપી HPV વેક્સિનેશન કેમ્પેનનો પ્રારંભ, ગર્ભાશયના કેન્સર સામે દેશની કરોડો યુવતીઓને મળશે સુરક્ષા

PM મોદીની મોટી ભેટ

હવે રોબોટ આપશે ધર્મનું જ્ઞાન!: જાપાનમાં તૈયાર થયો AI સંત 'Buddharoid', ભવિષ્યમાં મંદિરોમાં વિધિઓ પણ કરાવશે

હવે રોબોટ આપશે ધર્મનું જ્ઞાન!

ઈઝરાયલે ઈરાન પર કર્યો મોટો હવાઈ હુમલો: તેહરાનમાં જોરદાર વિસ્ફોટો, બંને દેશોમાં વાગ્યા સાયરન!

ઈઝરાયલે ઈરાન પર કર્યો મોટો હવાઈ હુમલો
Play Video

કેનેડાનું સપનું હવે મોંઘું પડશે: સ્ટુડન્ટ વિઝા પરમિટમાં 50% નો તોતિંગ ઘટાડો, લાખો ગુજરાતી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

કેનેડાનું સપનું હવે મોંઘું પડશે

તાલિબાને પાકિસ્તાનમાં ઘૂસીને સૈન્ય ઠેકાણાઓ ફૂંકી માર્યા: જુઓ હુમલાના ભયાનક ફૂટેજ; બંને દેશોએ એકબીજાના સેંકડો સૈનિકો માર્યા હોવાનો કર્યો દાવો

તાલિબાને પાકિસ્તાનમાં ઘૂસીને સૈન્ય ઠેકાણાઓ ફૂંકી માર્યા
Play Video

કિમ જોંગનો 'રાઈફલ' પ્રેમ: વફાદાર અધિકારીઓને ગિફ્ટમાં આપી સ્નાઈપર રાઈફલ, 13 વર્ષની પુત્રીએ નિશાનો સાધતા દુનિયા ચોંકી

કિમ જોંગનો 'રાઈફલ' પ્રેમ

આજે આકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો!: એકસાથે ચમકશે 6 ગ્રહોની દુર્લભ પરેડ - નરી આંખે જોવાની તક! જાણો ક્યાં અને કેવી રીતે જોવું?

આજે આકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો!

દુશ્મનોના છક્કા છૂટી જશે: લદ્દાખમાં બનશે દુનિયાની સૌથી ઊંચી ટનલ, ચીન-પાકિસ્તાન સરહદે ભારતની સૈન્ય તાકાત થશે બમણી

દુશ્મનોના છક્કા છૂટી જશે

પાક-અફઘાન 'ઓપન વોર': ડોનાલ્ડ ટ્રમ્પ મેદાને, શાહબાઝ અને જનરલ મુનીરના કર્યા વખાણ; કહ્યું- "પાકિસ્તાન અત્યારે શાનદાર કામ કરી રહ્યું છે'"

પાક-અફઘાન 'ઓપન વોર'
Play Video

ગરમી-ઠંડીનો ડબલ ડોઝ: રાજસ્થાન-MPમાં ફેબ્રુઆરીમાં જ એપ્રિલ જેવી ગરમી, જ્યારે હિમાચલમાં હિમવર્ષાથી આફત

ગરમી-ઠંડીનો ડબલ ડોઝ

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ટ્રમ્પની તીવ્ર પ્રતિક્રિયા: કહ્યું- "શું એવા દેશોને અબજો ડોલર પરત કરવાની મંજૂરી મળી શકે, જેમણે વર્ષોથી અમેરિકાને લૂંટ્યું છે"

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ટ્રમ્પની તીવ્ર પ્રતિક્રિયા

બોલિવિયામાં ચલણી નોટોથી ભરેલું વિમાન હાઇવે પર ક્રેશ: 15 લોકોના મોત, પૈસા લૂંટવા પડાપડી, પોલીસે કર્યો લાઠીચાર્જ

બોલિવિયામાં ચલણી નોટોથી ભરેલું વિમાન હાઇવે પર ક્રેશ
Play Video

"...તો હું રાજકારણ છોડી દઈશ": નિર્દોષ જાહેર થયા બાદ કેજરીવાલે ભાજપને પડકાર ફેંક્યો

"...તો હું રાજકારણ છોડી દઈશ"

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટે લગાવી રોક: નિર્ણય અનામત રાખ્યો, માર્ચના ત્રીજા સપ્તાહમાં થશે આગામી સુનાવણી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટે લગાવી રોક
Play Video