Benefits of Yogasana:
પ્રાણાયામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયામ દરરોજ કરવાથી શ્વસનતંત્ર મજબૂત બને છે, તણાવ ઓછો થાય છે અને માનસિક શાંતિ મળે છે.
Pranayama is Good for Health:
આજના આ ઝડપી જીવનમાં પોતાને સ્વસ્થ રાખવું એ એક પડકાર છે.ભારતીય યોગ પ્રણાલીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા માટેના બધા ગુણો છે. યોગાસન અને પ્રાણાયામ આ શ્રેણીમાં આવે છે.અહીં એવા ચાર મુખ્ય પ્રાણાયામ વિશે માહિતી આપવામાં આવી રહી છે, જેને જો તમે દૈનિક માત્ર 20-25 મિનિટ માટે કરો તો તમારું આરોગ્ય સુધરી શકે છે.
1.અનુલોમ- વિલોમ પ્રાણાયામ
અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં એક નાસિકા દ્વારા શ્વાસ અંદર ખેંચી અને બીજી નાસિકા દ્વારા બહાર છોડવામાં આવે છે. આ પ્રક્રિયા ક્રમવાર બંને બાજુથી થાય છે. આ પ્રાણાયામ તણાવ ઘટાડે છે, માનસિક શાંતિ આપે છે અને લોહિપ્રસારણ સુધારે છે. તેનો નિયમિત અભ્યાસ મનની એકાગ્રતા પણ વધારવામાં મદદ કરે છે.
2.કપાલભાતિ પ્રાણાયમ
બીજું છે કપાલભાતિ પ્રાણાયામ, જેમાં ઝડપથી શ્વાસ બહાર ફૂંકવામાં આવે છે અને શ્વાસ આપોઆપ અંદર જવા દેવામાં આવે છે. આ પ્રાણાયામ પાચનતંત્રને મજબૂત બનાવે છે, પેટની ચરબી ઘટાડે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે. ખાસ કરીને વજન ઘટાડવા ઈચ્છતા માટે કપાલભાતિ ખૂબ લાભદાયી છે.
3.ભસ્ત્રિકા પ્રાણાયામ
ભસ્ત્રિકા પ્રાણાયામમાં ઊંડો શ્વાસ લેવાય છે અને પછી ઝડપથી બહાર છોડવામાં આવે છે. આ પ્રાણાયામ ફેફસાંને મજબૂત બનાવે છે અને શરીરમાં પૂરતું ઓક્સિજન પહોંચાડે છે. થાક, નીંદર ઓછી હોવી અથવા ઊર્જા નીકળી જવી જેવી સમસ્યાઓ માટે ભસ્ત્રિકા ખૂબ અસરકારક છે.
4.ભ્રામરી પ્રાણાયામ
છેલ્લું છે ભ્રામરી પ્રાણાયામ, જેમાં શ્વાસ બહાર છોડતી વખતે મધમાખીની જેમ “હુંમ્મ્” અવાજ કરવામાં આવે છે. આ ધ્વનિ મનને શાંત કરે છે, ચિંતા અને ડિપ્રેશન દૂર કરે છે તથા સારી નિંદ્રા માટે લાભદાયી છે. વિદ્યાર્થીઓ માટે તે ધ્યાન અને મેમરી વધારવા માટે પણ ઉત્તમ છે.
આ તમામ પ્રાણાયામ ખાસ કરીને સવારે ખાલી પેટે, શુદ્ધ હવામાં કરવાથી વધુ લાભ આપે છે. જો તમે રોજ આ ચાર પ્રાણાયામ કરો તો તમારું શરીર પણ મજબૂત રહેશે અને મન પણ શાંત.જો તમને કોઈ તકલીફ હોય, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, શ્વાસની બીમારી કે હૃદય સંબંધિત સમસ્યાઓ, તો પહેલાં તબીબી સલાહ લેવી જરૂરી છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. Offbeat Stories આની કોઇ પુષ્ટિ કરતુ નથી.
ઉનાળામાં ઠંડક અને હાઇડ્રેશન માટે શ્રેષ્ઠ પીણું: ગંભીર બીમારીઓમાં રામબાણ ઈલાજ, ફાયદાની જાણીને ચોંકી જશો






