Home Utilities Gujarati News Offbeat Stories Top 5 Destination To Visit In Monsoon

Monsoon Tourist Places : ચોમાસામાં સ્વર્ગ જેવા લાગે છે ભારતના આ 5 સ્થળો, ફરવા જવા માંગો છો તો જલ્દી બનાવો પ્લાન!

Monsoon Tourist Places
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 06:31 AM IST

Nidhi Sompura: ચોમાસાની ઋતુ ભારતમાં એક અનોખો જાદુ લઈને આવે છે. લીલાછમ પહાડો, ધોધની ગર્જના, અને ધરતીની તાજી સુગંધ આ ઋતુને યાદગાર બનાવે છે.અહીં એવા પાંચ સ્થળો વિશે વાત કરવામાં આવી છે જેની તમારે જરૂરથી મુલાકાત લેવી જોઈએ. 


1.મુન્નાર, કેરળ

ચોમાસાની વાત આવે અને આ દરમિયાન કેરળનો ઉલ્લેખ ના થાય તે શક્ય જ નથી. ખાસ કરીને મુન્નાર, જેને "દક્ષિણ ભારતનું કાશ્મીર" પણ કહેવામાં આવે છે.અહીં વરસાદ બાદ ચાર ચાંદ લાગી જાય છે.પશ્ચિમ ઘાટના ખોળામાં વસેલું આ હિલ સ્ટેશન ચોમાસા દરમિયાન લીલાછમ વાતાવરણમાં ફેરવાઈ જાય છે. અહીં પહોંચ્યા પછી તમને ખૂબ જ ફિલ્મી વાઇબ્સ મળવાના છે.

2.કોડાઇકનાલ, તમિલનાડુ
આ યાદીમાં બીજું નામ તામિલનાડુનું કોડાઇકનાલ છે. આમ જોવા જઈએ તો આ જગ્યા દરેક ઋતુમાં ખૂબ જ સુંદર લાગે છે, જોકે ખાસ કરીને વરસાદની ઋતુમાં કોડાઇકનાલની સુંદરતા મનને આકર્ષિત કરે છે. આ હિલ સ્ટેશન પર તમને લીલાછમ જંગલો, ઘણા સરોવરો, શાંત અને મનને મોહી લે તેવું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને અહીં કોડાઇકનાલ લેકનો સુંદર નજારો જોઇને તમે તમારા તમામ તણાવને પળવારમાં ભૂલી જશો.

3.શિલોંગ, મેઘાલયશિલોંગને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં આ જગ્યા એટલી સુંદર બની જાય છે કે એક વાર ગયા પછી અહીંનો નજારો જીવનભર લોકોની નજરમાં વસી જાય છે. અહીં સુધી પહોંચીને તમે ઉમિયામ લેક અને એલિફન્ટ ફોલ્સ જેવા સ્થળોએ ફરી શકો છો, જેની આસપાસ ધુમ્મસવાળી ટેકરીઓ છે.

4.ચેરાપુંજી, મેઘાલય

ચેરાપુંજીમાં તમને ચોમાસા દરમિયાન એકથી વધુ સુંદર નજારા જોવા મળી શકે છે. નોહકલિકાઇ ધોધથી લઈને સેવન સિસ્ટર્સ ધોધ સુધી, ઘણા ધોધ તમને પૃથ્વી પરના સ્વર્ગનો અહેસાસ કરાવશે. ચોમાસા દરમિયાન તમે તમારા પરિવાર અથવા જીવનસાથી સાથે આ મનપસંદ સ્થળે જઈ શકો છો.

5.કુર્ગ, કર્ણાટક
આ બધા ઉપરાંત કર્ણાટકમાં ચોમાસા દરમિયાન કુર્ગ ફરવા માટેનું અન્ય એક સરસ સ્થળ છે. આ સ્થળ તેના શાંત અને ખૂબ જ સુંદર દૃશ્યો માટે પ્રખ્યાત છે, અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. કોફીના બગીચા, ધોધ, અને ધુમ્મસથી ઢંકાયેલી ટેકરીઓ આ સ્થળને ચોમાસાનું આદર્શ સ્થળ બનાવે છે. અહીંની હવા કોફીની સુગંધથી ભરેલી હોય છે.

ચોમાસાની ઋતુ ભારતની સુંદરતાને એક નવો રંગ આપે છે. મુન્નારની ચાની વાદીઓથી લઈને ચેરાપુંજીના ધોધ સુધી, આ પાંચ સ્થળો ચોમાસામાં પ્રકૃતિનો જાદુ અનુભવવા માટે યોગ્ય છે. તો પેક કરો તમારી બેગ અને આ ચોમાસામાં એક અનફર્ગેટેબલ ટ્રીપ પર નીકળી પડો!

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now