Home Health-lifestyle Gujarati News Offbeat Stories Skin Cancer Causes Health Lifestyle

Skin Cancer Causes : શરીર પર ડાઘ કે તલ હોઈ શકે છે સ્કિન કેન્સરના શરૂઆતના સંકેતો!

Skin Cancer Causes
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 12:43 PM IST

શરીર પર દેખાતા તલ કે ડાઘને આપણે સામાન્ય સમજીએ છીએ અને મોટેભાગે નજર અંદાજ કરીએ છીએ. પરંતુ ત્વચા વિશેષજ્ઞો હવે ચેતવણી આપી રહ્યા છે કે કેટલાક ડાઘ અથવા તલ સ્કિન કેન્સર જેવા ગંભીર રોગના પ્રારંભિક સંકેતો બની શકે છે. જો ત્વચાનો કોઈ ડાઘ સમય સાથે રંગ બદલે, અંદરથી ઊંચો દેખાય, રક્તસ્ત્રાવ થતો હોય.તો તેને અવગણવું જોખમકારક બની શકે છે.

આજની જીવનશૈલી અને બદલાતા વાતાવરણના કારણે ત્વચા સંબંધિત રોગોમાં વધારો થયો છે. ત્યારે ખૂબ જ જરૂરી છે કે આપણે ત્વચાના સાવધાનીભર્યા સંકેતોને ઓળખી ને સમયસર ડોક્ટરની સલાહ લઈએ.

ભારતમાં સ્કિન કેન્સરની સ્થિતિ:
ભારતમાં સ્કિન કેન્સર અન્ય કેન્સરની તુલનામાં ખૂબ જ ઓછું છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં કેન્સરના કુલ કેસોમાં ત્વચાના કેન્સરનો હિસ્સો 1 ટકા કરતા પણ ઓછો છે.પરંતુ જો તેને અવગણવામાં આવે તો ક્રોનિક ત્વચાના રોગો ગંભીર સ્વરૂપ લઈ શકે છે.

જો આવા કોઈ લક્ષણો દેખાય તો ખાસ ધ્યાન આપો:
1.તલ કે ડાઘમાં અચાનક ફેરફાર થવો
2.અચાનક નવો ડાઘ કે તલ દેખાવો
3.ડાઘમાંથી લોહી કે રસી નિકળવી
4.ડાઘ પર સતત ખંજવાળ, દુખાવો કે સળવળ થવી
5.તલ કે ડાઘ ગોળ ન હોવા, અનિયમિત ગોળાશ હોવી

સ્કિન કેન્સરના મુખ્ય કારણો:
1.અતિશય UV રે (સૂર્યપ્રકાશ)ના સંપર્કમાં રહેવું
2.અનુવંશિકતા એટલે માતા-પિતા કે નજીકના સગાને સ્કિન કેન્સર રહ્યું હોય
3.વધારે કેમિકલ એક્સ્પોઝર હોય
4.આર્ટીફિશયલ UV લાઈટ્સ
5.કેમિકલયુક્ત મેકઅપ પ્રોડક્ટસનો વધુ ઉપયોગ

નિવારણ અને સમયસર તપાસ જરૂરી છે:
લાંબા સમય સુધી રહેલ ડાઘની સમયાંતરે ત્વચા નિષ્ણાત દ્વારા તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે. સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે, ઓછામાં ઓછા SPF 15 વાળું સનસ્ક્રીન દરરોજ લગાવવું જોઈએ.જો તમને તમારી ત્વચા પર કોઈ શંકાસ્પદ ફેરફારો દેખાય, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. જો જરૂરી હોય તો, તમને કેન્સર નિષ્ણાત પાસે મોકલવામાં આવી શકે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. Offbeat Stories આની કોઇ પુષ્ટિ કરતુ નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now