Home Health-lifestyle Gujarati News Offbeat Stories Milk Combination Warning Fruit Healthy Lifestyle

Milk and Fruit : સવારે દૂધ સાથે ફળ ખાતા હોય તો ચેતી જજો, નહીં તો ઝેર સમાન થઈ શકે છે સાબિત!

Milk and Fruit
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 08:27 AM IST

કોરોના મહામારી પછી લોકોમાં તંદુરસ્ત જીવનશૈલી અને મજબૂત ઇમ્યુનિટી પ્રત્યે જાગૃતિ વધતી ગઈ છે. સ્વસ્થ રહેવા માટે મોટાભાગના લોકો હવે ઘરના દેશી ઉપાયો, આયુર્વેદિક આહાર અને નૈસર્ગિક પદ્ધતિઓ તરફ વળ્યા છે. આજે ઘણા લોકો સવારે દૂધ સાથે ફળો લેવું સ્વસ્થ જીવન માટે શ્રેષ્ઠ માનતા થયા છે. પણ શું તમને ખબર છે કે દરેક ફળ દૂધ સાથે લેવું યોગ્ય નથી? કેટલાક ફળો અને દૂધનું મળતુ સંયોજન તમારા શરીર માટે "ઝેર સમાન" સાબિત થઈ શકે છે.

આયુર્વેદ અનુસાર અમુક ફળો અને દૂધને સાથે લેવું "વિરુદ્ધાહાર" કહેવાય છે, જે તમારી ઇમ્યુનિટી પર વિપરીત અસર કરી શકે છે. તો આવો, જાણીએ કયા ફળો દૂધ સાથે ખાવાં યોગ્ય નથી.

કેળાં
નાનાં બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધી બધા જ લોકોમાં બનાના શેક ખૂબ જ પોપ્યુલર છે. પરંતુ આયુર્વેદ અનુસાર કેળા અને દૂધનું કોમ્બિનેશન શરીરમાં ટોક્સિન્સ પેદા કરે છે. જેનાથી એલર્જી, સાયનસ, કફ અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે.

સંતરા, લીંબુ અને મોસંબી
ખાટાં ફળોમાં વિટામિન Cની માત્રા ખૂબ જ વધારે છે અને જો તેને દૂધ સાથે લેવામાં આવે તો દૂધ ફાટી શકે છે. જેથી પેટમાં ગેસ, અપચો અને સોજો આવી શકે છે.

સ્ટ્રોબેરી અને કીવી
આ ફળો સ્વાદીષ્ટ અને હેલ્ધી લાગે છે, પરંતુ દૂધની સાથે આ ફળોનું સેવન તમારા પાચન તંત્રની બગાડી શકે છે. તેનાથી શરીરમાં એસિડિટી અને એલર્જી થવાની આશંકાઓ વધી જાય છે.

અનાનસ
અનાનસમાં બ્રોમેલિન નામક એંજાઈમ હોય છે, જે દૂધના પ્રોટીન કેસિનની સાથે મળીને શરીરમાં ટોક્સિન બનાવે છે. જેથી તમને સ્કીન એલર્જી, પેટમાં દુ:ખાવો કે ઉલ્ટી થઈ શકે છે.

જાણો દૂધની સાથે સેનું સેવન કરવું જોઈએ?
દૂધની સાથે ફક્ત સૂકો માવો જેમ કે બદામ, અખરોટ કે ખજૂર જ ખાવી જોઈએ. ફળ ખાધા પછી જો તમે દૂધ પીવાના હોવ તો તેની વચ્ચે 1 કલાક જેટલું અંતર રાખો અને ક્યારેય પણ ખાટાં ફળો દૂધ સાથે ન ખાઓ.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. Offbeat Stories આની કોઇ પુષ્ટિ કરતુ નથી.




Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now