Home Health-lifestyle Gujarati News Offbeat Stories Instagram Worthy Alleys India Travelling

Most Instagrammable Streets : રીલ્સના રસિયાઓ માટે જન્નત સમાન છે આ 5 જગ્યાઓ, જ્યાં દરરોજ ઉમટી પડે છે Gen-zના ટોળેટોળાં!

Most Instagrammable Streets
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 08:32 AM IST

Nidhi Sompura: આજના ડિજિટલ યુગમાં, જ્યાં દરેક ટ્રીપ, દરેક પળ અને દરેક અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ ઈન્ફલુએન્સર્સ પોતાના કન્ટેન્ટ માટે અલગ-અલગ જગ્યાઓ એક્સપ્લોર કરતા હોય છે. ત્યારે ભારતમાં એવી કેટલીક જગ્યાઓ આવેલી છે.જે તમારા ફીડને રંગીન, આકર્ષક અને યાદગાર બનાવી શકે છે. આ જગ્યાઓમાં ઇતિહાસ, સંસ્કૃતિ, કલા અને આધુનિકતાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. ચાલો, ભારતની એવી પાંચ ગલીઓ વિશે જાણીએ, જે તમારા ઇન્સ્ટાગ્રામને નવો રંગ આપશે.

1.પ્રિન્સેસ સ્ટ્રીટ- ફોર્ટ કોચી, કેરળ

કેરળના ફોર્ટ કોચીમાં આવેલી પ્રિન્સેસ સ્ટ્રીટ એક એવું સ્થળ છે, જ્યાં યુરોપિયન વસાહતી સ્થાપત્યની ઝાંખી મળે છે. આ ગલીની દરેક દિવાલ, દરેક ખૂણો અને દરેક બુટીક એક અલગ વાત કહે છે. રંગબેરંગી દિવાલો, વાંકીચૂકી ગલીઓ અને કલાત્મક કેફે આ સ્થળને ઈન્સ્ટાગ્રામેબલ બનાવે છે.પ્રિન્સેસ સ્ટ્રીટની ખાસિયત તેની યુરોપિયન-શૈલીની ઇમારતો, લેમ્પ લાઇટ્સ અને કલાત્મક બૂટીક્સમાં રહેલી છે. અહીંની રંગબેરંગી દિવાલો અને બોગનવેલના ફૂલો દરેક ફ્રેમને વધુ સુંદર બનાવે છે. આ ગલીમાં ફરતાં તમને એવું લાગશે કે તમે ભારતમાં નહીં, પરંતુ કોઈ યુરોપિયન શહેરની ગલીઓમાં ફરી રહ્યા છો.

2.લોધી આર્ટ ડિસ્ટ્રિક્ટ – દિલ્હી

દિલ્હીના લોધી આર્ટ ડિસ્ટ્રિક્ટને ભારતની પ્રથમ ઓપન-એર આર્ટ ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે. આ ગલીઓમાં દરેક દિવાલ એક કેનવાસ છે, જેના પર દેશ-વિદેશના કલાકારોએ પોતાની કલાત્મકતા રજૂ કરી છે. ગ્રાફિટી, મ્યુરલ આર્ટ અને રંગીન ડિઝાઇન્સથી ભરેલી આ ગલીઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે.આ ડિસ્ટ્રિક્ટની દરેક દિવાલ એક વાર્તા કહે છે. અહીંના મ્યુરલ્સમાં સામાજિક સંદેશાઓ, સંસ્કૃતિ અને આધુનિક કલાનું મિશ્રણ જોવા મળે છે. યુવાનો અહીં વર્કશોપ્સમાં ભાગ લે છે અને પોતાની કલાને દિવાલો પર રજૂ કરે છે, જે આ સ્થળને હંમેશા જીવંત રાખે છે.

3.ફ્રેન્ચ ક્વાર્ટર – પોંડિચેરી (વ્હાઇટ ટાઉન)

પોંડિચેરીનું ફ્રેન્ચ ક્વાર્ટર, જેને વ્હાઇટ ટાઉન તરીકે પણ ઓળખવામાં આવે છે, એક એવું સ્થળ છે જ્યાં તમને યુરોપની શાંતિ અને સરળતાનો અનુભવ થશે. પેસ્ટલ યલો રંગની ઇમારતો, સફેદ દરવાજા અને શાંત રોડ આ ગલીઓને ખાસ બનાવે છે.ફ્રેન્ચ કોલોનિયલ સ્થાપત્ય અને શાંતિભર્યું વાતાવરણ આ સ્થળને ફોટોજનિક બનાવે છે. અહીંની ગલીઓમાં ફરતાં તમને એવું લાગશે કે તમે ફ્રાન્સના કોઈ નાનકડા શહેરમાં છો.અહીંના નાના કેફે આ ગલીઓને વધુ સુંદર બનાવે છે.

4.કાલા ઘોડા- મુંબઈ

મુંબઈનું કાલા ઘોડા એ એક એવું સ્થળ છે, જ્યાં કલા, વારસો અને આધુનિક ટ્રેન્ડ્સનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ ગલીઓમાં વિન્ટેજ બજાર, આર્ટિસ્ટિક શોપ્સ અને ટ્રેન્ડી કેફેનો સમન્વય છે, જે તેને ઇન્સ્ટાગ્રામ માટે પરફેક્ટ બનાવે છે.કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલનું હોમગ્રાઉન્ડ છે, જે દર વર્ષે યોજાય છે અને હજારો કલાપ્રેમીઓને આકર્ષે છે. અહીંની ગલીઓમાં કલાત્મક શોપ્સ, ગેલેરીઓ અને કેફે આવેલા છે, જે દરેક ખૂણાને ફોટોજનિક બનાવે છે.

5.ફોન્ટેનહાસ – ગોવા

ગોવાના પણજીમાં આવેલું ફોન્ટેનહાસ એ લેટિન ક્વાર્ટર છે, જે પોર્ટુગીઝ સંસ્કૃતિ અને રંગબેરંગી વારસાનું અદ્ભુત ઉદાહરણ છે. આ ગલીઓમાં નાની-નાની ગલીઓ, રંગબેરંગી ઘરો અને પોર્ટુગીઝ-શૈલીની ઇમારતો જોવા મળે છે, દરેક ખૂણાને ફોટોજનિક બનાવે છે. ફોન્ટેનહાસની ખાસિયત તેના વાઇબ્રન્ટ રંગો, વિન્ટેજ દરવાજા અને નોસ્ટાલ્જિક વાતાવરણમાં રહેલી છે. અહીંની દિવાલો પર અઝુલેજો ટાઇલ્સ અને બોગનવેલના ફૂલો ફોટોગ્રાફીને વધુ સુંદર બનાવે છે.

યાત્રા કરવી એ માત્ર નવા સ્થળો જોવા પૂરતું નથી; તેને યાદગાર બનાવવા માટે તેની સુંદરતાને અભિવ્યક્ત કરવી પણ જરૂરી છે. આ રંગીન સ્ટ્રીટસ તમારી ટ્રીપને માત્ર યાદગાર જ નહીં, પરંતુ ઇન્સ્ટાગ્રામ-વર્ધી પણ બનાવશે. તો, તમારી આગલી ટ્રીપનો પ્લાન બનાવો ત્યારે આ સ્ટ્રીટસમાં ચોક્કસથી જજો અને કઈ સ્ટ્રીટ તમને સૌથી વધુ આકર્ષે છે તે અમને જરૂરથી જણાવજો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now