Home Gujarat Gujarati Folk Singer Kinjal Dave Gets Engaged

ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ કરી સગાઈ! : ફેન્સમાં ખુશીના મોજા, જાણો કોણ છે મંગેતર ધ્રુવિન?

ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ કરી સગાઈ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 08:49 AM IST

Kinjal Dave engagement : ગુજરાતી સંગીત જગતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ લાંબા સમયથી ચાલતા તેમના સંબંધને એક નવા મુકામે પહોંચાડ્યો છે. કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈનો ખાસ વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેને તેમના ચાહકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો છે. સગાઈના એક દિવસ અગાઉ, 5 ડિસેમ્બરે ગોળધાણાનો પ્રસંગ પણ પરિવારજનો અને નજીકના લોકોની હાજરીમાં ઉજવાયો હતો.

ધ્રુવિન શાહ કોણ છે?

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ સફળ ઉદ્યોગપતિ પણ છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને ડિજિટલ કન્ટેન્ટ માટે જાણીતી JoJo App (જોજો એપ)ના ફાઉન્ડર છે. પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવતા ધ્રુવિન શાહને મલ્ટી-ટેલેન્ટેડ અને વિઝનરી બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવે છે.

2018 માં પવન જોષી સાથે સગાઈ થઈ હતી

કિંજલ દવેના જીવનમાં આ નવા અધ્યાય પાછળ એક મહત્વપૂર્ણ ભૂતકાળ પણ છે. તેમણે એપ્રિલ 2018 માં પવન જોષી સાથે સગાઈ કરી હતી, પરંતુ વર્ષ 2023માં બંનેની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટ્યા બાદ બે વર્ષના સમયગાળા પછી, કિંજલ દવેએ હવે ફરી જીવનમાં નવા પ્રારંભ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઈની આ ખુશખબરથી તેમના ચાહકો સાથે સમગ્ર ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાં ખુશીની લહેર ફેલાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now