Home Gujarat Gujarat Weather Update Winter Forecast Unseasonal Rain Cold Wave

હાડ થીજવતી ઠંડી યથાવત : રાજ્યમાં તીવ્ર ઠંડી સાથે માવઠું થવાની આગાહી!

હાડ થીજવતી ઠંડી યથાવત
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2024, 05:08 AM IST

Gujarat Weather Update: ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં વધુ ઠંડી પડવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. 


હજુ પણ તાપમાન યથાવત રહેશે

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોલ્ડવેવની અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આજે સવારથી ગુજરાતમાં કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે.


રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડથીજવતી ઠંડી પડી શકે છે. દક્ષિણ ભારત અને તમિલનાડુમાં માવઠું થાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 


રાજ્યમાં માવઠું થશે!

ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. તેમજ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠું થાય તેવી સક્યતા છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે તેવી આગાહી કરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now