Gujarat Weather: રાજ્યમાં તાપમાનનો પારો નીચે ગગડતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા કાતિલ ઠંડી પડવાના કારણે લોકોને તાપણા અને ધાબળાનો સહારો લેવો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું કે, હજુ બે દિવસ દરમિયાન કચ્છ, રાજકોટ, પોરબંદરમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે.
નલિયા ઠંડુગાર
રાજ્યમાં તાપમાનની વાત કરવામાં આવે તો બુધવારે વિવિધ શહેરના લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની સાથે સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ કચ્છના નલિયામાં તાપમાનનો પારો 7.5 ડિગ્રી નોંધાયો હતું. આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે 19 ડિસેમ્બરના રોજ કચ્છ, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આ ત્રણ જિલ્લામાં ઠંડીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય કોઈ જિલ્લામાં ઠંડી અંગેની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
રાજકોટમાં શીત લહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે ગુજરાતમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે રાજકોટ, અમરેલી, કેશોદમાં 9 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત પોરબંદરમાં 10.5, કંડલા એરપોર્ટ અને ભુજમાં અનુક્રમે 10.5 અને 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં તાપમાનનો પારો ઉંચકાયો
અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં તાપમાનનો પારો ઉંચકાયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી વધીને 14.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 0.3 ડિગ્રી તાપમાન વધીને 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






