Gujarat Weather Update: ઉત્તર ભારતમાં ભીષણ શીતલહેરની ચપેટમાં હતું. લદ્દાખના ન્યોમામાં લઘુતમ તાપમાન માઇનસ 20.3 ડિગ્રી નોંધાયું છે. તેમજ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની અસર ગુજરાત પર પણ થઈ રહી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આજથી ત્રણ દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.
ઠંડીમાં વરસાદ મચાવશે ધમાલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી છે.
સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામા યલો એલર્ટ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
જ્યારે 27 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, દાહોદ,પંચમહાલ, વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
જ્યારે 28 ડિસેમ્બરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






