Home Gujarat Gujarat Weather Forecast Cold Wave Imd And Paresh Goswami Forecast

Gujarat Weather : સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં રાજ્યમાં જોવા મળશે ઠંડીનો કહેર

Gujarat Weather
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2024, 05:36 AM IST

Gujarat Weather Forecast: રાજ્યમાં શિયાળો મોડો શરૂ થયો છે પરંતુ હવે ધીરે ધીરે તેનો અસલી મિજાજ બતાવી રહ્યો હોય તેમ કાતિલ ઠંડી વર્તાઈ રહી છે. મોટા ભાગના શહેરના લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેતા તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઉત્તર દિશા તરફથી ઠંડા અને સૂકા પવન સતત ફૂંકાઈ રહ્યા છે. તેની અસરને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 5 દિવસે તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તાપમાન વધવા છતા પવનના લીધે ઠંડી વર્તાશે.

અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોમવારે નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.6, મહુવામાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. હાલ જે ઠંડી પડી રહી છે તેમાં 17 અને 18 ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં આંશિક રાહત મળશે. ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે.પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now