Home Gujarat Gujarat Weather Forecast Cold Increased In The State Paresh Goswami Ambalal Patel

હવામાનની આગાહી : રાજ્યમાં અચાનક ઠંડીનો ચમકારો વધ્યો, હજુ પણ તાપમાનનો પારો ગગડશે

હવામાનની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2024, 08:27 AM IST

Gujarat Weather: રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે આ સિઝનમાં પહેલીવાર નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ અને નિષ્ણાતોએ ગુજરાતમાં ઠંડી વધવાની પણ આગાહી કરી છે.

ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડી વધવાની શક્યતા છે. અમદાવાદ અંગેની આગાહી આપતા હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેવું રહેશે.

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરતા કહ્યું કે, હાલ પવનની ગતિમાં વધારો થયો છે. 14થી લઇ 20 KM પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 14 ડિસેમ્બર સુધી પવનની ગતિ આવી જ રહેવાની સંભાવના છે. હાલ તાપમાન 30 ડિગ્રી કરતાં નીચું આવ્યું છે. આ મુજબનું તાપમાન હમણા રહેવાનું છે. 12-13 તારીખ સુધી આવી જ ઠંડી જોવા મળી શકે છે.

રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરતા કહ્યું કે, રાજ્યામાં આગામી 23 ડિસેમ્બરથી ભારે ઠંડી પડી શકે છે. આગામી 72 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ઠંડી વધી શકે છે. તેમજ રાજ્યમાં 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડી શકે છે. 




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now