Home Gujarat Gujarat Weather Ahmedabad Imd Forecast Of Unseasonal Rain

ઠંડીમાં ભીજાવવા રહેજો તૈયાર! : હવામાન વિભાગની ભુક્કા બોલાવી દે તેવી આગાહી

ઠંડીમાં ભીજાવવા રહેજો તૈયાર!
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2024, 06:02 AM IST

Gujarat Weather: આગાહીકારોની આગાહીથી ગુજરાતના ખેડૂતોને સાવધાન થવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાતભરમાં વાદળછાયુ વાતાવરણ થયુ છે અને હવે હાડ થીવજતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી કરી છે.

ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, પંચમહાલ સહિતના જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. સવારથી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે કોઈ હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયો છે. જો કે, બીજી તરફ ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયો
અમદાવાદના વાતાવરણમાં પલટો આવતાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. જો કે, રવિવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે લોકો જાણે હિલ સ્ટેશનમાં હોય તેવી અનુભૂતિ કરી રહ્યા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં વર્તાશે
ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ સાથે દક્ષિણમાં ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ બન્ને પરિબળોને કારણે સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર થવાની છે. ખાસ કરીને મધ્ય ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ થઈ શકે છે.

આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ માવઠું થવાની આગાહી છે. જ્યારે 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


27 ડિસેમ્બરે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 28 ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે. તેમજ 28 ડિસેમ્બરે કચ્છ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now