logo-img
Gujarat Team Becomes Runners Up In The First National Shuai Jiao Competition

પહેલી નેશનલ શુઆઈ જિઆઓ સ્પર્ધામાં રનર્સ અપ બની ગુજરાતની ટીમ : ટૂંક સમયમાં ઈટલીની ધરતી પર ધૂમ મચાવશે ગુજરાતના ખેલાડીઓ

પહેલી નેશનલ શુઆઈ જિઆઓ સ્પર્ધામાં રનર્સ અપ બની ગુજરાતની ટીમ
Published by: Offbeat Team
| Last Updated: Feb 24, 2026, 10:01 AM IST

Shuai JIAO GAME: ઉત્તર પ્રદેશના લખનઉમાં પહેલી નેશનલ શુઆઈ જિઆઓ ચેમ્પિયનશિપ યોજાઈ. જેમાં યૂપીએ 11 ગોલ્ડ જીતીને ચૈમ્પિયનશિપ પોતાના નામે કરી. ગુજરાત આ સ્પર્ધામાં રનર્સ અપ રહ્યું. જ્યારે કર્નાટક આ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહ્યું.

અમદાવાદના લાલ દરવાજા ખાતે Shuai JIAO એસોસિએશન દ્વારા નેશનલ ચૈમ્પિયનશિપમાં રનર્સ અપ બનેલી ગુજરાતની ટીમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. Shuai JIAO એસોસિએશનના પ્રમુખ ચિરાગ પાઠક તથા જનરલ સેક્રેટરી હનિફરાજે ગુજરાતના નાના-નાના ટાઉનમાંથી આવેલાં ખેલાડીઓને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ફલક પર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સાથે જ તેઓએ અન્ય યુવા પ્રતિભાઓને પણ આ ગેમમાં આગળ લઈ જવાની નેમ ઉપાડી છે. જો કોઈ ખેલાડીમાં પ્રતિભા હશે તો આ એસોસિએશન દ્વારા તેનો તમામ ખર્ચ ઉપાડીને પણ તેના સપનાઓને પાંખો આપવામાં આવશે એવું Shuai JIAO એસોસિએશનના પ્રમુખ ચિરાગ પાઠકે જણાવ્યું હતું.

આ સ્પર્ધામાં ગુજરાતની ટીમના ખેલાડીઓએ 9 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. Shuai JIAO એસોસિએશનના પ્રમુખ ચિરાગ પાઠકે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ટીમ ગુજરાત ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈટલી જશે.

Shuai Jiao શું છે?

Shuai Jiao (શુઆઈ જીઆઓ) ચીનની પરંપરાગત કુસ્તી/માર્શલ આર્ટ છે. તેને દુનિયાની સૌથી જૂની વ્યવસ્થિત કુસ્તી શૈલીઓમાંની એક માનવામાં આવે છે. “Shuai” નો અર્થ થાય ફેંકવું (throw) અને “Jiao” નો અર્થ થાય કુસ્તી/પકડીને પટકવું.

જાણો Shuai Jiaoનો ઇતિહાસઃ

  • તેનું મૂળ પ્રાચીન ચીનમાં લગભગ 4000 વર્ષ જૂનું માનવામાં આવે છે.

  • શરૂઆતમાં સૈનિકો માટે યુદ્ધ તાલીમ તરીકે ઉપયોગ થતો.

  • પછી રાજ દરબાર અને સામાન્ય લોકોમાં રમત તરીકે લોકપ્રિય બન્યો.

  • ચીનમાં વિવિધ પ્રાંતો પ્રમાણે અલગ શૈલીઓ વિકસેલી છે (બેઇજિંગ, તિયાનજિન, મોંગોલિયન વગેરે).

મુખ્ય લક્ષણો-

  • Shuai Jiao મુખ્યત્વે ફેંકવાની અને સંતુલન બગાડવાની ટેકનિક પર આધારિત છે:

  • -પકડીને ઝડપથી પટકવું

  • -સંતુલન તોડવું (off-balancing)

  • -પગની ટેકનિક (leg sweeps, hooks)

  • -શરીરની તાકાત અને ઝડપનો ઉપયોગ

  • -તેમાં જમીન પર લાંબી લડાઈ (ground fighting) ઓછું હોય છે. મુખ્ય ધ્યાન ઝડપી રીતે પ્રતિસ્પર્ધીને જમીન પર પાડવા પર છે.

પહેરવેશ-

  • ખાસ જૅકેટ (કુસ્તી કોટ) પહેરવામાં આવે છે.

  • પ્રતિસ્પર્ધી જૅકેટ પકડીને ટેકનિક કરે છે.

  • આ રીતે તે કેટલીક રીતે Judo સાથે સમાન લાગે છે, પરંતુ Shuai Jiao વધુ પ્રાચીન છે અને તેની ટેકનિક અલગ છે.

સ્પર્ધા નિયમો-

  • જે ખેલાડી પ્રતિસ્પર્ધીને સ્પષ્ટ રીતે જમીન પર ફેંકે તેને પોઇન્ટ મળે છે.

  • શુદ્ધ અને નિયંત્રિત ફેંકને વધુ પોઇન્ટ મળે.

  • મેચ સામાન્ય રીતે થોડા મિનિટના રાઉન્ડમાં રમાય છે.

આજના સમયમાં-

  • ચીનમાં રાષ્ટ્રીય રમત તરીકે માન્યતા.

  • વિશ્વભરમાં માર્શલ આર્ટ સ્કૂલોમાં શીખવાય છે.

  • મિશ્ર માર્શલ આર્ટ (MMA) માટે પણ અસરકારક ટેકનિક આપે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now