Home Gujarat Gujarat Singer Kinjal Rabari Marriage Controversy Threat Video

શું મારી લાઇફ માટે મેં એક ડિસિઝન લીધું તો હું ખરાબ થઇ ગઇ? : પ્રેમલગ્નનો વિરોધ કરનારા લોકોને કિંજલ રબારીનો સવાલ

શું મારી લાઇફ માટે મેં એક ડિસિઝન લીધું તો હું ખરાબ થઇ ગઇ?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 08:57 AM IST

તાજેતરમાં પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કિંજલ રબારી આતંરજ્ઞાતિય લગ્નનને લઈને ચર્ચાનો વિષય બની છે. ગુજરાતી સિંગરે રબારી સમાજ સિવાયના ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા છે, એમ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું હતું. ત્યારે આજે ફરીથી કિંજર રબારી ચર્ચામાં આવી છે. ગુજરાતી સિંગરને અન્ય સમાજમાં લગ્ન કરવા માટે મારવાની અને કીડનેપ કરવાની ધમકીઓ મળી રહી છે. જે અંગે કિંજલ રબારીએ વધુ એક વીડિયો શેર કરીને જણાવ્યું છે.

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા શેર કરેલા વીડિયોમાં કહ્યું કે, 'કાલે જ મેં એક વીડિયો અપલોડ કરેલો, જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજીખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે- મારી નાખીશું, ઉપાડી જઈશું.'

આગળ તેમણે કહ્યું 'તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગું છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું.'

કિંજલ રબારીએ કહ્યું, 'અને એને લઈને ઘણા બધા લોકોએ એવું પણ મૂક્યું છે (સમાજવાળા લોકોએ) કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે જ કેમ છે? મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે, ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે, ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ.'

'તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો એ બહુ સારી વાત છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં જ છીએ,' એમ ગુજરાતી ગાયિકાએ કહ્યું.

કિંજલ રબારીએ વધુમાં જણાવ્યું, 'મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે, એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now