Home International Gujarat Rain Update Gujarat Rain In 41 Talukas

Gujarat Rain Update ગુજરાતના 41 તાલુકામાં વરસાદ : અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી, વાહનો બંધ પડ્યાં, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ

Gujarat Rain Update ગુજરાતના 41 તાલુકામાં વરસાદ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 12:24 PM IST

આજે જન્માષ્ટમીના તહેવારના દિવસે રાજ્યમાં 12 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1.22 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરના દેહગામમાં 1 ઈંચ તો સુરતના ઉમરગામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ! મીઠાખળી અંડરપાસ બંધ

અમદાવાદમાં છેલ્લા બે કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સવારથી શરુ થયેલા વરસાદમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઝોન પ્રમાણે વરસાદનું વિતરણ આવા છે: પૂર્વ ઝોન-1.5 ઇંચ, પશ્ચિમ ઝોન-1 ઇંચ, ઉત્તર ઝોન-1.5 ઇંચ, દક્ષિણ ઝોન-1.5 ઇંચ, ઉત્તર પશ્ચિમ ઝોન-0.5 ઇંચ, દક્ષિણ પશ્ચિમ ઝોન-0.5 ઇંચ અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં કુલ 29 ઇંચ (727 મીમી) વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લીધે મીઠાખળી અને અખબારનગરનું અંડરપાસ બંધ કરવું પડ્યું છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં પાણી ભરાવના કારણે જનજીવન પર અસર પડી રહી છે.


પોશ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં બે કલાક વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. શહેરના પોશ ગણાતા વિસ્તાર પ્રહલાદનગર, એસજી હાઇવે, સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં અડધો ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. વરસાદના પગલે ટ્રાફિક જામ સર્જાયું હતું.


આ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચકુડિયા, રખિયાલ, ઓઢવ, લાંભા, વિરાટનગર, કઠવાડા, આસ્ટોડિયા, ગીતામંદિર, જમાલપુર, દૂધેશ્વર, શાહપુર દિલ્હી દરવાજા, નરોડા, હંસપુરા, જશોદાનગર, સીટીએમ, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, મેમનગર, હેલ્મેટ સર્કલ અને આશ્રમરોડ, પાલડી, ટાગોર હોલ, વાસણા, મોટેરા, સાબરમતી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.


ઠેર ઠેર ભરાયા પાણી

અખબારનગર સર્કલથી સુભાષબ્રિજ તરફ જવાના રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા હતા. તો આ તરફ નવાવાડજ ગાય સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે. સૈજપુર બોઘામાં વ્હાઇટ ટોપિંગ રોડ પર સ્વમિંગ પૂલ જેવા દ્રશ્યો સર્જાયા હતા. શાહીબાગ-અસારવામાં સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now