Offbeat Explainedગુજરાતમાં ફરી વાઘની દસ્તક!: રતનમહાલ બાદ હવે છોટાઉદેપુરના જંગલોમાં અવરજવરની પુષ્ટિ, વનવિભાગ 17 મહિનાથી રાખી રહ્યું હતું નજર


પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વહીવટીતંત્રના અગાઉથી કરાયેલા આગોતરા આયોજન અને શ્રેષ્ઠ સંકલનને કારણે ભારે વરસાદ છતાં જનજીવન સુરક્ષિત રહ્યું છે. દર વર્ષે પૂરની સમસ્યા નોતરતા બરારા અને વૌવા ગામોમાં ચોમાસા પહેલાં તળાવો ઊંડાં કરી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાતાં જળબંબાકારની સ્થિતિ નિવારી શકાઈ હતી. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા સાથે માર્ગ-મકાન, વીજ અને પોલીસ વિભાગે ૨૪ કલાક ખડેપગે રહી બંધ રસ્તાઓ તથા વીજ પુરવઠો ત્વરિત શરૂ કરાવ્યો હતો. સ્થાનિક સરપંચો અને ગ્રામજનોના સહયોગથી જિલ્લા વહીવટીતંત્રે આપત્તિ વ્યવસ્થાપનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. મહાસંઘના લેટરપેડના કથિત દુરુપયોગ, કર્મચારીઓને ગેરમાર્ગે દોરવા અને સમાંતર સંગઠન ચલાવવાના આક્ષેપ સાથે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. અધિકૃતતા વગર પત્રવ્યવહાર તથા બેઠકો યોજવા બદલ જગદીશ પ્રજાપતિ અને અન્ય સામે કાયદેસર તેમજ શિસ્તભંગની કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ, વિકાસ કમિશનર અને પોલીસ વડાને માગણી કરાઈ છે. આ સાથે રાજ્યના ૩૩ જિલ્લાના MPHW, FHW સહિતના આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ-પે અને પગાર સુધારાના પડતર પ્રશ્નો ઉકેલવા પણ રજૂઆત કરાઈ છે. મહાસંઘે આ સમગ્ર વિવાદની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.



