Home Gujarat Gujarat News Local News Sports News Urvil Patel Team India Offbeat Stories Sachin Tendulkar Virat Kohli Verendra Sehwag Rohit Sharma Cricket T20 Ipl

નકામો સમજી IPL માં કોઈએ ના લીધો, એ ખેલાડી નીકળ્યો : સચિન, સહેવાગ, કોહલી, રોહિત...કોઈ ના કરી શક્યું, આ ગુજરાતી ખેલાડીએ કર્યું એવું કામ

નકામો સમજી IPL માં કોઈએ ના લીધો, એ ખેલાડી નીકળ્યો
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2024, 12:22 PM IST

આમ તો ક્રિકેટની રમતમાં રોજ નીત નવા રેકોર્ડ બનતા હોય છે. પરંતુ એવું કહેવાય છેકે, સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન છે. એમાંય સચિનના નામે જે રેકોર્ડ છે તેમાંથી મોટાભાગના રેકોર્ડ કોઈ તોડી શકે તેમ નથી. જોકે, હાલમાં જ એક ગુજરાતી ખેલાડી ક્રિકેટની પીચ પર એવી કમાલ કરી છે જે આજ સુધી સચિન-સહેવાગ, વિરાટ અને રોહિત પણ નથી કરી શક્યાં. અમે વાત કરી રહ્યાં છે એ ખેલાડીની જેને આઈપીએલના ઓક્શનમાં કોઈ લેવા પણ તૈયાર નહોતું. આઈપીએલના ઓક્શનમાં બધી ટીમો અને ફ્રેન્ચાઈઝે જેને નકામો સમજીને પડતો મુક્યો એ જ ખેલાડીએ રંગ રાખ્યો...

અમે વાત કરી રહ્યાં છીએ એ ગુજરાતી ખેલાડીની જેણે ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ ઉર્વિલ પટેલની... માત્ર 28 બોલમાં અણનમ ફાસ્ટેસ્ટ સદી ફટકારીને ઉર્વિલ પટેલે ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ કર્યું રોશન. વિધિની વક્રતા કહો કે કમનસીબી આઈપીએલ વખતે એ ખેલાડીને કોઈ લેવા પણ તૈયાર નહોંતું...આજે તેણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર હાંસલ કરી લીધી છે અનોખી સિદ્ધ...ઉલ્લેખનીય છેકે, ત્રિપુરા સામેની મેચમાં ઓપનર ઉર્વિલે 28 બોલમાં અણનમ 113 રન ફટકાર્યા. રિષભ પંતનો મુસ્તાક અલી ટ્રોફીમાં 32 બોલમાં ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ તોડ્યો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેગા હરાજીમાં (auction) નહીં વેચાયેલા ગુજરાત ટાઇટન્સ (GT)ના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન ઉર્વિલ પટેલે (Urvil Patel) ટી -20 ક્રિકેટ ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી માત્ર 28 બોલમાં ફટકારી છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં ગુજરાત અને ત્રિપુરા વચ્ચેની મેચમાં ઓપનર ઉર્વિલે 28 બોલમાં અણનમ 113 રન ફટકાર્યા હતા.કોઇ પણ ભારતીય દ્વારા ફટકારાયેલી આ સૌથી ઝડપી સદી છે. આ પહેલા ઋષભ પંતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 2018માં હિમાચલ પ્રદેશ સામે દિલ્હી તરફથી રમતા 32 બોલમાં સદી ફટકાર્યા બાદ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ઉર્વિલે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. ઉર્વિલ પટેલ 35 બોલમાં 113 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તેની ઈનિંગમાં સાત ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થતો હતો. જેના કારણે ગુજરાતે 58 બોલ બાકી હતા 156 રનનો પીછો કરીને મેચ જીતી લીધી હતી. આ સદી હવે ટી-20માં બીજા ક્રમની ફાસ્ટેસ્ટ સદી છે. હેપી વેલી ગ્રાઉન્ડમાં આ વર્ષની શરૂઆતમાં સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારનારા એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે આ રેકોર્ડ છે.

કોના-કોના નામે છે સૌથી ઝડપી ટી-20 સદીનો રેકોર્ડ?
સાહિલ ચૌહાણ - 27 બોલ - 2024માં એસ્ટોનિયા વિરુદ્ધ સાયપ્રસ
ઉર્વિલ પટેલ - 28 બોલ - 2024માં ગુજરાત વિરુદ્ધ ત્રિપુરા
ક્રિસ ગેલ - 30 બોલ - 2013માં આરસીબી વિરુદ્ધ પુણે વોરિયર્સ
રિષભ પંત - 32 બોલ - 2018માં દિલ્હી વિરુદ્ધ હિમાચલ પ્રદેશ


26 વર્ષીય ક્રિકેટરે નવેમ્બર 2023 માં લિસ્ટ એ ક્રિકેટમાં ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી. તેણે ચંદીગઢમાં અરુણાચલ પ્રદેશ સામે ગુજરાત તરફથી રમતા માત્ર 41 બોલમાં 1૦૦ રન બનાવ્યા હતા. 2010માં મહારાષ્ટ્ર સામે બરોડા તરફથી યુસુફ પઠાણની 40 બોલમાં સદી કરતાં આ માત્ર એક સ્લો બોલ હતો. ઉર્વિલ પટેલ મહેસાણાનો વતની છે. તેણે વર્ષ 2018માં બરોડા તરફથી રાજકોટમાં મુંબઈ સામેની ટી-20 મેચમાં ડેબ્યૂ કર્યું હતુ. આ જ વર્ષે તે લિસ્ટ એ ક્રિકેટ પણ રમ્યો હતો. જોકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતાં તેને વધુ છ વર્ષ લાગ્યાં હતાં. તેણે રણજી ટ્રોફીની પાછલી સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ગુજરાત ટાઇટન્સે 2023ની સિઝન માટે ઉર્વિલને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવા મળી ન હતી. ગુજરાત ટાઇટન્સ દ્વારા તેને રિલીઝ કરાયો હતો. 44 ટી-20 મેચમાં તેણે 23.52ની એવરેજથી 988 રન અને 164.11ના સ્ટ્રાઇક રેટથી એક સદી અને ચાર અર્ધસદી ફટકારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now