આ 'સંપર્ક સેતુ' એપ્લિકેશન શાળાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતને જોડતી કડીરૂપ બની રહેશે. આ 'પ્રશ્નબેંક-૨૦૨૫'માં ધોરણ-૧૦ના કુલ ૬ (છ) વિષયો, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૫ (પાંચ) વિષયો અને ધોરણ-૧૨ સામાન્યપ્રવાહના ૮ (આઠ) વિષયોના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને બે-બે વિષયવાર મોડેલ પ્રશ્નપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રશ્ન બેંકને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાતના મોટાભાગના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થયેલી. આ વર્ષે નવા પરિરૂપ સાથે અમદાવાદ શહેરના અનુભવી શિક્ષકો દ્વારા ધોરણ 10ના મુખ્ય છ વિષય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પાંચ વિષય અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના આઠ વિષયો એમ કુલ મળીને 19 વિષયોમાં વિભાગ વાઇઝ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી છે. સાથે દરેક વિષયમાં બે સ્પેસિમેન્ટ ક્વેશ્ચન પેપર પણ મૂકવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ડિજિટલ સ્વરૂપે લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જઈ અનુભવી શિક્ષકોના અનુભવનો લાભ આપવા માટેનો આ પ્રયાસ છે. આમ, આ પ્રશ્નબેંક વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
અમદાવાદ શહેરની યુટ્યૂબ ચેનલના માધ્યમથી પ્રશ્ન બેંક સોલ્યુશન્સના વિડિયો પણ ગત વર્ષે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, જે ચાલુ વર્ષે પણ સબ્જેક્ટ એક્સપર્ટ ટિપ્સ સાથે પરીક્ષા સુધી આપવામાં આવશે. આ યુટ્યૂબ ચેનલની લિંક સંપર્ક સેતુ એપમાં પણ આપેલી છે અને ડાયરેક્ટલી યુટ્યૂબ ચેનલમાં સર્ચ કરીને પણ મેળવી શકાશે, એવું જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) રોહિત ચૌધરી દ્વારા જણાવાયું છે.






