Home Gujarat Gujarat News Local News Kutch News Government Of Gujarat Smriti Van Earthquake Museum Wins Unesco Prix Versailles 2024for Best Interior Tourism Tourist Lifestyle

કચ્છના કામણમાં ચાર ચાંદ લગાવે છે સુંદર સ્મૃતિવન : શ્રેષ્ઠ ઈન્ટિરિયર માટે યુનેસ્કોએ આપ્યો એવોર્ડ, જાણો સ્મૃતિ વનની વિશેષતા

કચ્છના કામણમાં ચાર ચાંદ લગાવે છે સુંદર સ્મૃતિવન
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2024, 12:21 PM IST

વાત ગુજરાતની સુંદરતા આવે ત્યારે સૌથી પહેલાં વાત આવે અહીંના સૌથી મોટા જિલ્લા કચ્છની. અને કચ્છ વિશે એવું કહેવાય છેકે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા! આ વિધાનને અનુરૂપ ગુજરાતના કચ્છ જિલ્લામાં અનેક જોવા લાયક સ્થયો આવેલાં છે. એમાંય અહીં આવેલાં ઐતિહાસિક ભુજિયા ડુંગર અને એના પર બનેલાં સ્મૃતિવનની તો વાત જ કંઈક અલગ છે. જો તમે ગુજરાતી હોવ અને ગુજરાતમાં આવેલું આ સ્થળ ના જોયું હોય તો એકવાર જરૂર પરિવાર સાથે આ આહલાદક સ્થળની મુલાકાત જરૂર લેજો. 


હાઈલાઈટ્સઃ

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી
સ્મૃતિવન મ્યુઝિયમને પણ અગાઉ સિદ્ધિ મળી હતી

પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટરમાં આયોજિત સમારોહમાં એવોર્ડ અર્પણ થયો
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ એવોર્ડ સ્વીકાર્યો

ભુજના સ્મૃતિવનને તેના બેસ્ટ ઈન્ટિરિયર માટે યુનેસ્કોના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઈલ્સ 2024માં મળ્યું સ્થાન


હાલમાં જ યુનેસ્કો દ્વારા કચ્છની સુંદરતામાં ચાર ચાંદ લગાવનારા સ્મૃતિવનને તેના બેસ્ટ ઈન્ટિરિયર માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભુજિયા ડુંગર પર આવેલાં સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલયને શ્રેષ્ઠ ઇન્ટિરિયર માટે યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છેકે, પોતાના પરિવજનોને ગુમાવવાની વેદના ને જુસ્સા માં પલટી, આજે જ્યારે કચ્છ વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હજુ  2001 ની યાદો દરેક વ્યક્તિનાં મનમાં સંગ્રહાયેલી છે. દરેક 26 જાન્યુઆરી ની સવારે હજુ પણ દિલ માં એક ભૂકંપ અનુભવાય છે. હજુ પણ છોડી ગયેલા સ્વજનો ના ચહેરા સામે આવે છે. 


મહત્ત્વનું છેકે, કચ્છ અને ગુજરાતના લોકો ની આ લાગણીઓ ને હંમેશા જીવંત રાખવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિ વનની પ્રેરણા આપી હતી. આ સ્મૃતિ વન બનાવવા માટે તેમણે વૈશ્વિક દ્રષ્ટિ આપી અને વિશ્વ ના ઉત્કૃષ્ઠ મ્યુઝિયમો ના અભ્યાસ ને સ્મૃતિ વન ના આયોજન માં સમાવિષ્ટ કરાવ્યો. જેના આધારે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ( GSDMA ) દ્વારા સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યુ. કચ્છનાં ખમીર અને ખુમારીનું પ્રતિબિંબ છે સ્મૃતિ વન. 


સ્મૃતિ વનની વિશેષતાઃ


શ્રેષ્ઠ ઈન્ટિરિયર માટે યુનેસ્કોએ આપ્યો એવોર્ડ


કચ્છના કામણમાં વધારે કરે છે સ્મૃતિવન


ભુજિયા ડુંગરની ટોચ પર નિર્માણ કરાયું છે વિશ્વ કક્ષાનું સ્મૃતિવન


કુલ 470 એકરમાં તૈયાર થશે સ્મૃતિવન


300 થી વર્ષથી જૂના કિલ્લાનું કરાશે નવીનીકરણ


જોવા મળશે ભૂકંપનો અનુભવ કરાવતું મ્યૂઝિયમ


6.5 કિલોમીટર લાંબી કમ્પાઉન્ડ વોલ 


360 ડિગ્રી ઈમર્સિવ થિયેટર 


75,000 વૃક્ષોનો પરંપરાગત રીતે ઉછેર 


આપદાઓનું નિદર્શન કરાવતી ઓડિયો-વિઝ્યુલ ગેલેરી


50 ચેક ડેમ 


18 મીટરનાં સન ડાયલ સાથે 50 મીટરની ઊંચાઈએ નિર્મિત સન પોઈન્ટ


1 મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ 


3000 મુલાકાતીઓ માટે પાર્કિંગ 


ચેક ડેમની દિવાલો પર ભૂકંપમાં જીવ ગુમાવનાર હુતાત્માઓનાં નામ


75,000 વૃક્ષોનો પરંપરાગત રીતે ઉછેર 


મિયાવાકી પદ્ધતિથી 2.25 લાખ મળી કુલ 3 લાખ વૃક્ષો 


82 એકરમાં ફેલાયેલુ ડ્રિપ નેટવર્ક  


360 ડિગ્રી ઈમર્સિવ થિયેટર 


ટેરાકોટા આર્ટવર્કમાં 2001 નાં ધરતીકંપની ગેલેરી અને પ્રદર્શન


ડિજીટલ મશાલથી શ્રદ્ધાંજલિ


કચ્છનાં ઐતિહાસિક ભુજીયા ડુંગરની ટોચ પર વિશ્વ કક્ષાનાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે.


કુલ 470 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કામાં 170 એકરમાં કામ પૂર્ણતાને આરે


300 થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ


6.5 કિલોમીટર લાંબી કમ્પાઉન્ડ વોલ 


ભૂકંપનો અનુભવ કરાવતું અને ભૂસ્તર શાસ્ત્રની માહિતી આપતુ મ્યૂઝિયમ


50 ચેક ડેમ 


18 મીટરનાં સન ડાયલ સાથે 50 મીટરની ઊંચાઈએ નિર્મિત સન પોઈન્ટ


1 મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ 


3000 મુલાકાતીઓ માટે પાર્કિંગ 


ચેક ડેમની દિવાલો પર ભૂકંપમાં જીવ ગુમાવનાર હુતાત્માઓનાં નામ


75,000 વૃક્ષોનો પરંપરાગત રીતે ઉછેર 


મિયાવાકી પદ્ધતિથી 2.25 લાખ મળી કુલ 3 લાખ વૃક્ષો 


82 એકરમાં ફેલાયેલુ ડ્રિપ નેટવર્ક  


360 ડિગ્રી ઈમર્સિવ થિયેટર 


ટેરાકોટા આર્ટવર્કમાં 2001 નાં ધરતીકંપની ગેલેરી અને પ્રદર્શન


આપદાઓનું ઓડિયો-વિઝ્યુલનાં માધ્યમથી નિદર્શન કરાવતી સાત ગેલેરી


ડિજીટલ મશાલથી શ્રદ્ધાંજલિ


આ સિવાય કચ્છ અને ગુજરાતનાં ઐતિહાસિક વારસાને ઉજાગર કરતા અન્ય પ્રદર્શન 


આફત અને આપદાઓ સામે લડવાની ગુજરાતની ખુમારી અને અડગતાનું સ્મારક છે સ્મૃતિ વન. ભૂકંપમાં જીવ ગુમાવનાર હુતાત્માઓને શ્રદ્ધાજંલિ અને ભૂકંપની આફતમાંથી બહાર આવી કચ્છને વિશ્વ ફલક પર લઈ જનાર કચ્છનાં લોકોને સ્મૃતિ વનથી  હૂંફ સદાય મળતી રહેશે. આપણને અને આવનારી પેઢીઓ ને આ સ્મૃતિ વન આફતો, વિપદાઓ અને પડકારોનો સામનો કરવા માટે ની પ્રેરણા આપતું રહેશે.




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now