Home Gujarat Gujarat News Local News Government News Gujarat Government Breaking News Chief Minister Bhupendra Patel Graduate Government Employee

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ગુજરાતના લાખો કર્મચારીઓને મળશે લાભ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2024, 09:36 AM IST

જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો તમારા માટે ખુશખબર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય. સરકારના આ એક નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને મળશે મોટો લાભ. રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો. જેમાં સુધારો કરીને ૨૦ લાખને બદલે હવે રૂ. ૨૫ લાખની મર્યાદા કરી દેવામાં આવી.તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે.

 

કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ. ૫૩.૧૫ કરોડનું ભારણ આવશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now