Home Agriculture Gujarat News Local News Agriculture News Farmers Cm Bhupendra Patel

ખેડૂતો માટે ખુશખબર : જગતના તાતને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા ગુજરાતમાં યોજાશે રવિ કૃષિ મહોત્સવ

ખેડૂતો માટે ખુશખબર
Published by: Offbeat Team
| Last Updated: Dec 03, 2024, 12:40 PM IST

ગુજરાતભરમાં આગામી તા. ૬-૭ ડિસેમ્બરના રોજ યોજાશે “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુંકે, રાજ્યભરના ૨૪૬ તાલુકા ખાતે યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ’માં ૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. તાલુકા સ્તરના કાર્યક્રમોનો મંત્રીઓ, સાંસદઓ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ શુભારંભ કરાવશે

કૃષિ મહોત્સવ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘લેબ ટુ લેન્ડ’નો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થયો. કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું. વડાપ્રધાનના આગવા વિઝનથી શરુ થયેલા કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઇ


ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગમી તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.


કૃષિ મંત્રી શ્રાઘવજી પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના ૨૪૬ તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ શુભારંભ કરાવશે. આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના ૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.


તેમણે જણાવ્યું કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરુ કરી હતી. કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરુ થયેલી આ પરંપરાને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું છે.


કૃષિ મહોત્સવે વડાપ્રધાનના ‘લેબ ટુ લેન્ડ’ના મંત્રને ખરા અર્થમાં સાકાર કર્યો છે, તેમ જણાવી મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે. રાજ્ય સરકારના આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઇ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુરૂપ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી. કૃષિ મહોત્સવ કાર્યક્રમ એ દેશભરમાં વડાપ્રધાનશ્રીના એક આગવા વિઝનથી શરુ થયેલો એક અનન્ય કાર્યક્રમ છે, જેના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ અનેકગણી વૃદ્ધિ થઇ છે. આ રવિ કૃષિ મહોત્સવમાં વધુમાં વધુ ખેડૂતોને ભાગ લેવા માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો. 


કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે, આ બે દિવસીય મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.


આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ દ્રારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રીસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, ખેડૂતોને સબંધિત વિસ્તારમાં થતા પાકો અંગે માર્ગદર્શન તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતને કૃષિ ક્ષેત્રે નંબર-૧ બનાવવા માટે ચિંતન અને વિવિધ પ્રયાસો કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.


Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!: 40 દિવસમાં જ લાખોની કમાણી! જાણો કેવી રીતે બનશે નફાકારક

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!: પાણી ઓછું, જોખમ નહીં, નફો અનેકગણો! જાણો ખેતીના રહસ્યો અને ટિપ્સ

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો માટે સોનાની ખાણ!: કેળાની ખેતીથી લાખો કમાઓ! જાણો ખેતીના ગોલ્ડન રહસ્યો

ખેડૂતો માટે સોનાની ખાણ!

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!: ઘરે બેઠા થશે કમાવવાની ઉત્તમ તક! જાણો કેવી રીતે કરવી ખેતી

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

ખેડૂતો માટે નવી સોનેરી તક!: આ ચમત્કારિક ફળની ખેતી બનાવશે રાતારાત કરોડપતિ! જાણો ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે નવી સોનેરી તક!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

ખેડૂત મિત્રો માટે ખુશખબર!: આજે આવશે PM-Kisanનો 22મો હપ્તો, 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર!

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો: 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો

ખેડૂતો માટે સુવર્ણ તક!: માર્ચમાં વાવો શાકભાજીની આ અદ્ભુત જાતો- ઉનાળામાં થશે પૈસાના ઢગલા! જાણો રેકોર્ડ કમાણીનું રહસ્ય!

ખેડૂતો માટે સુવર્ણ તક!

ખેડૂતો માટે જેકપોટ!: મકાઈની આ જાતો બનશે નોટો છાપવાનું મશીન! ટૂંકો સમય, મોટી ઉપજ, જાણો કમાણીનું રહસ્ય

ખેડૂતો માટે જેકપોટ!

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

ખેડૂતો માટે સોનાની ખાણ!: દૂધીની આ જાતો બનાવશે માલામાલ! જાણો શા માટે ખૂબ ફાયદાકારક

ખેડૂતો માટે સોનાની ખાણ!

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી: યુરિયા-DAP ભાવમાં તીવ્ર ઉછાળો, ખેડૂતોની ચિંતા વધી

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ

Miracle Man: માત્ર 5 ચોપડી પાસ ‘મિરેકલ મેન’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી! જાણો કેવી રીતે?

Miracle Man

Gardening Tips: શું તમારા છોડના પાંદડા સુકાય છે? ફૂલ નથી આવતાં? બદલાતા હવામાનમાં બગીચાને આ રીતે રાખો હર્યો-ભર્યો

Gardening Tips