24 કલાકમાં ગુજરાતમાં વરસાદનો રૌદ્ર અવતાર!: 31 હજાર લોકો ઘર છોડવા મજબૂર, 1204 રસ્તા થયા બંધ; અનેક જિલ્લામાં રેડ એલર્ટ


ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય, 4 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસાએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
રેડ એલર્ટ: અમદાવાદ, કચ્છ, બોટાદ અને ભાવનગરમાં અતિભારે વરસાદની ચેતવણી.
ઓરેન્જ એલર્ટ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી.
યલો એલર્ટ: દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેતાં તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદી-નાળાથી દૂર રહેવા અપીલ કરાઈ છે.




