નર્મદામાં 'નવા નીર'થી ચાંદોદ બન્યું સ્વર્ગ: કરજણ ડેમમાંથી 43 હજાર ક્યુસેક પાણી છોડાતાં બે કાંઠે વહેતી થઈ નદી, ઘાટો પર ઉમટ્યા ભક્તો


ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 3 જિલ્લામાં 'રેડ એલર્ટ'
હવામાન વિભાગ દ્વારા 24 જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાબરકાંઠા, વડોદરા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં 26 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.



