Home Gujarat Gujarat News Ahmedabad Bapunagar Bhidbhanjan Shop In Fire

બાપુનગરના ભીડભંજનમાં 6 થી વધુ દુકાનો ભડકે બળી! : આગનું કારણ શોર્ટ સર્કિટ? ફાયર વિભાગે આગ કાબુમાં લીધી

બાપુનગરના ભીડભંજનમાં 6 થી વધુ દુકાનો ભડકે બળી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 05:30 AM IST

Ahmedabad Bhidbhanjan Shop in Fire: અમદાવાદના બાપુનગર વિસ્તારના ભીડભંજન વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ એટલી ભયાનક હતી કે આસપાસની દુકાનોમાં ધુમાડાના ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

આ ઘટનામાં કુલ 6થી વxધુ દુકાનો આગ ભડકે બળી હતી. ખાસ કરીને કપડાંની દુકાનોમાં સામાન સંપૂર્ણ પણે બળી રખ્યા થઈ ગયો હતો. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે માત્ર થોડી જ વારમાં આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. ફાયર વિભાગને જવાનોની સતત મહેનત બાદ આગને આખરે કાબુમાં લેવામાં આવી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનોમાં રહેલો માલ સળગી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગ અને પોલીસે આગના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now