Home Gujarat Gujarat Narmada News Chiatar Vasava Wife Aavedan

ચૈતરને કેદમુકત કરાવવા તેમના બંને પત્ની પહોચ્યા કલેક્ટર કચેરી : પોલીસ સાથે ઘર્ષણ બાદ આવેદનપત્ર આપ્યું,જાણો શું છે આખી ઘટના

ચૈતરને કેદમુકત કરાવવા તેમના બંને પત્ની પહોચ્યા કલેક્ટર કચેરી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2025, 12:19 PM IST

chiatar vasava arrest: થોડા દિવસ અગાઉ 'આપ' પાર્ટીના ધારાસભ્ય ચૈતર વાસવાની ધરપકડનો વિવાદ દિવસે દિવસે વણસી રહ્યો છે ત્યારે આજે નર્મદા કલેકટરને તેમની બંને પત્નીઓ અને તેમના સમર્થકો દ્વારા આંદોલન રૂપે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


શું છે આખો મામલો ?

'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાની 'લાફકાંડ'માં ધરપકડ થયી છે ફરીયાદી સંજય વસાવા જેઓ તાલુકા પંચાયત ના પ્રમુખ છે તેમનો આરોપ હતો કે ચૈતર વસાવા દ્વારા મને લાફો મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી અને હાલ તેઓ વડોદરા જેલમાં છે અને તેમના સમર્થમાં તેમની બંને પત્નીઓ અને સમર્થકો દ્વારા આજે રેલી યોજી નર્મદા જીલ્લા કલેકટરને આવેદન આપવા રસ્તા પર નીકળ્યા હતા. તેમની પત્ની વર્ષા વસાવા અને શંકુતલા વસાવા હાજર હતા અને અગાઉ સંજય વસાવા દ્વારા જેમ કહેવાયું હતું તેમ "જો ચૈતર વસાવા માફી માંગશે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું" તેનો જવાબ આપતા મીડિયા સમક્ષ વર્ષા વસાવાએ કહ્યું કે "ચૈતર વસાવા કોઈની માફી નહિ માંગે" આ ઘટનામાં તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અંતે મામલો ઠંડો પડ્યો અને કલેક્ટર ની મજૂરી થી આવેદનપત્ર આપવા માટે જવા દેવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now