Home Gujarat Gujarat Nal Sarovar Important Notification Nal Sarovar Will Close 25 26 January

બે દિવસ નળ સરોવર રહેશે બંધ : નળ સરોવરની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો વાંચી લેજો

બે દિવસ નળ સરોવર રહેશે બંધ
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 06:15 PM IST

અમદાવાદના સાણંદ પાસે આવેલા નળસરોવરની 25-26 જાન્યુઆરીએ મુલાકાત ના લેતા. આ બે દિવસ પક્ષીઓની પ્રાથમિક ગણતરીના કારણે નળ સરોવર બંધ રાખવામાં આવશે. બે દિવસ જાહેર જનતા માટે નળ સરોવરમાં એન્ટ્રી બંધ રાખવામાં આવશે. અંદાજે 100 પક્ષીવિદ્, 46 ઝોન તજજ્ઞોની ટીમ પક્ષી ગણતરીમાં જોડાશે. મહત્વનું છે કે ઈકોલોજીકલ ઝોન સહિત કુલ 120.82 સ્કવેર કિમી વિસ્તારમાં પક્ષી ગણતરી કરવામાં આવશે.


વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- 1972ની કલમ-28 તથા 33 અંતર્ગત આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્યના જાહેરનામાં અંતર્ગત પ્રવેશ બંધ રાખવામાં આવશે. આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે  સ્થાનિકો વનવિભાગને સહયોગ આપે તેવી અપીલ મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહે અપીલ કરી છે.


મહત્વનું છે કે પ્રવાસીઓની મુલાકાત રહે તો પક્ષી ગણતરી દરમિયાન ખલેલ પહોંચી શકે છે. આ જ કારણથી પક્ષી ગણતરી દરમિયાન કોઈ પ્રવાસીઓ મુલાકાત લઈ નહીં શકે. પર્યટકોની ચહલપહલ પક્ષીઓને હેરાન કરી શકે છે, જેથી પક્ષી ગણતરીનું કામ યોગ્ય રીતે થઈ શકે નહીં. 25 અને 26 જાન્યુઆરીએ નળ સરોવર વિસ્તારમાં પક્ષીઓના અવલોકનની કામગીરી એકાગ્રતાથી કરવી જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now