મોરબીના બહુચર્ચિત જુગારધામ કાંડ મામલે હવે પોલીસપર જ રેલો આવ્યો છે. રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠીત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 51 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે ખોટો કેસ થયાની DGPને અરજી મળ્યા બાદ સ્ટેટ મોનીટરીંગસેલના SP નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાંઆવી હતી. અને તેમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. મોરબીના ટંકારાની રિસોર્ટમાં પ્રતિષ્ઠિત નબીરાઓને 63 લાખના ખોટા કેસમાં ફસાવી 51 લાખ પડાવી લેવાયા હતા. માર નહીં મારવાના, લોકઅપમાં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે રૂપિયા પડાવ્યા હતા.
શું છે સમગ્ર કેસ?
મોરબીની ટંકારા પોલીસે બાતમીનાં આધારે કમ્ફર્ટ રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર રેડ પાડી હતી અને કાર્યવાહી કરી રૂ. 63.15 લાખનાં મુદ્દામાલ સાથે કુલ 9 આરોપીની ધરપકડ કરી હતી. આરોપ છે કે આ કેસમાં PI વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહે રૂ. 51 લાખનો તોડ કરીને ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હતા. આઆરોપસાથેની ફરિયાદ DGPને મળતા સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગસેલના SP નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. તેમની તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓને ખોટા કેસમાં ફસાવ્યા બાદ તેમને માર નહીં મારવાના, લોકઅપમાં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવા માટે પોલીસે રૂ.51 લાખ પડાવ્યા હતા. તપાસના અંતે PI વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
PI-કોન્સ્ટેબલ સામે ફરિયાદ
સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ બાદ ટંકારામાં બંને પોલીસકર્મી સામે ગુનો દાખલ કરાયો છે. PI વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધાયો છે. અને લીંબડી Dy.SP વિશાલ રબારીને આ કેસમાંની તપાસ સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, રાજ્યના પોલીસ તંત્રના ઈતિહાસમાં 51 લાખનો તોડ થયાની તપાસ બાદ ફરિયાદ દાખલ થઈ હોવાનો આ પ્રથમ બનાવ છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






