Home Gujarat Gujarat Meteorological Department Forecast Cold Weather Will Increase In The Coming Days

ગુજરાતમાં ફરી બદલાશે હવામાન : આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે કે ઘટાડો? જાણો

ગુજરાતમાં ફરી બદલાશે હવામાન
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2025, 05:51 AM IST

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાન અંગે માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે, એક તરફ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને કમોસમી વરસાદે પતંગ રસિયા અને ખેડૂતો માટે મોટી ચિંતા ઉભી કરી દીધી છે. આવામાં આગામી અઠવાડિયાની શરુઆતમાં તાપમાનની કેવી સ્થિતિ રહે છે તે જાણવું જરુરી છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગ દ્વારા શુક્રવારે 7 દિવસનું હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જ્યારે પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની રહેવાની સંભાવનાઓ છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી ઠંડીના ચમકારામાં ઘટાડો થયો છે, બીજી તરફ ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા નોંધાઈ રહી છે.


આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો

રાજ્યના હવામાન અંગે વધુ માહિતી આપીને જણાવ્યું કે, રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2-3 દિવસ કોઈ મોટા ફેરફાર ન થવાની શક્યતાઓ છે. જો કે, આ પછી તાપમાનમાં ચમકારો આવવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી અઠવાડિયાની શરુઆતથી ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવનાઓ છે. એટલે કે સોમવારથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now