Home Gujarat Gujarat Mehsana Mla Karshan Solanki Death

કેન્સર દિવસ પર જ કેન્સર સામેની જંગ હાર્યા : ‘કાકા’ના નામથી ઓળખાતા મહેસાણાના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન

કેન્સર દિવસ પર જ કેન્સર સામેની જંગ હાર્યા
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2025, 05:36 AM IST

મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું કેન્સરની બિમારીના કારણે નિધન થયુ છે. કેન્સર દિવસ પર જ આ બિમારી તેમને ભરખી ગઈ. MLA કરસન સોલંકી  કેન્સર બીમારીથી પીડિત હતા.સિવિલ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની બીમારીની સારવાર ચાલતી હતી દરમ્યાન ગઈકાલે રાત્રે સારવાર દરમ્યાન કરસન સોલંકીનું અવસાન થયું.   સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. ઘારાસભ્ય કરસન સોલંકીનું ગંભીર બીમારીને પગલે નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો. 

કડીના ધારાસભ્ય કરસન સોલંકીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શોક વ્યક્ત કર્યો. તેમણે કરસન સોલંકીના પરિવારને સાંત્વના પાઠવી હતી.

ધારાસભ્યકરસન સોલંકી એક સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના સાદગીભર્યા સ્વભાવને લઈને રાજકારણમાં પ્રમાણિક નેતા તરીકેની તેમની છબી હતી. તેમની આ જ સાદગીના કારણે તેમના મત વિસ્તારમાં તેઓ કાકાના હુલામણા નામથી લોકપ્રિય થયા હતા. કરસન સોલંકીનો જન્મ 1957માં 1 જાન્યુઆરીના રોજ થયો હતો. કરસન સોલંકી ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીના રહેવાસી છે. તેઓ પુંજાભાઈ સોલંકીના પુત્ર છે. વર્ષ 1972માં પ્રાથમિક શાળામાંથી ચોથુ ધોરણ પાસ કર્યુ હતું અને બાદમાં તેમનો અભ્યાસ છોડી દીધો હતો. ગુજરાતના રાજકારણમાં તેમણે મહેસાણાના કડી જિલ્લામાથી પ્રવેશ કર્યો .  ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતાં વર્ષ 2022માં ગુજરાત વિધાનસભામાં ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 7,746 મતોના માર્જિનથી હાર આપી ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી.

 

ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશન સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા.ધારાસભ્ય હોવા છતાં તેમણે કયારે પણ વિધાનસભામાં જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. મોટાભાગના ધારાસભ્ય પાસે ગાડી અને બંગલો હોય જ છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમને અનેક લોકો તરફથી પ્રલોભનો આપવામાં આવ્યા છતાં પણ કોઈને વશ ના થતા તેઓ ગાંધીજીના માર્ગે ચાલ્યા.હંમેશા બીજા માટે મદદ કરવા તત્પર રહેનાર પરોપકારી કરસનભાઈ ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં જવું હોય તો સરકારી ગાડી એસ.ટીનો જ ઉપયોગ કરતાં. કયારેક કપરા સંજોગોમાં જ તેઓ કોઈની પાસે લિફ્ટ લેતા. પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોના ભગવાન માનવામાં આવતા. લોકોને મદદ કરવા હંમેશા તેઓ તત્પર રહેતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now