બંગાળમાં થયેલી ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં વિજય અંગે નિવેદનો આપ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે 5 રાજ્યોના પરિણામ આવ્યા છે અને બંગાળ પર આખા દેશની નજર હતી.
પાંચ રાજ્યોમાં કાર્યકારની મહેનતને આવકારીએ : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. વિકસિત ભારતને લઈ કેટલાય રાજ્ય જોડાઈ રહ્યા છે. કાર્યકર્તાની મહેનતથી ચૂંટણી જીત્યા છીએ." તેમણે વધુમાં જણાવ્યું કે 5 રાજ્યોમાં ભાજપના કાર્યકરની મહેનતને આવકારીએ છીએ.
હર્ષ સંઘવીએ બંગાળના નાગરિકોની ભવ્ય જીતની વાત કરી હતી. તેમણે જણાવ્યું, "બંગાળના નાગરિકને જંગલમાંથી મુક્તિ મળી છે. બંગાળના હિતમાં વિજય થયો છે. બંગાળના નાગરિકોને રોજગાર ત્યાં જ મળી રહે તે પ્રકારનો વિજય થયો છે." હર્ષ સંઘવીએ બંગાળની જીતને દેશની ઐતિહાસિક જીત ગણાવી હતી અને બંગાળના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.
પાંચ રાજ્યોના પરિણામ
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, "પૂર્વથી લઈ પશ્ચિમ સુધી ભાજપની વિજય થયો છે. ઉમરેઠમાં પણ ભાજપનો વિજય છે. બંગાળમાં વિજય એ ત્યાંના નાગરિકનો વિજય છે." તેમણે ઉમેર્યું કે, "મોદીજી અને નારી શક્તિ વંદનાને લઈ બંગાળની મહિલાઓનો વિજય થયો છે. બંગાળની જનતાએ મોદીજીને આશીર્વાદ આપ્યા છે. બંગાળની જનતાએ કેટલાય વર્ષોથી દુઃખ વેઠેલું છે."
આ પ્રેસ કોન્ફરન્સોમાં નેતાઓએ બંગાળ સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તમામે ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને જનતાના આશીર્વાદ માટે આભાર વ્યક્ત કર્યો હતો.






