Home Gujarat Gujarat Inheritance Land Stamp Duty 300 Relief

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો માટે સુવર્ણ નિર્ણય : વારસાઈ જમીનના વ્યવહારોમાં મોટી છૂટ, જાણો સંપૂર્ણ માહિતી

CM Bhupendra Patel Decision
Published by: Suman Dabhi
Last Updated: Mar 27, 2026, 11:32 AM IST

Gujarat Stamp Duty: ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વારસાઈ સંબંધિત જમીનના આંતરિક વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપીને માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય અનુસાર, ખેતીની જમીનમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા હક્ક ઉઠાવવા, હક્ક દાખલ કરવા અને વહેંચણીના વ્યવહારોમાં હવે પ્રત્યેક લેખ પર માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યુટી જ વસૂલ કરવામાં આવશે. આ રાહત એક અથવા વધુ તબક્કાઓમાં થતા તમામ આંતરિક વ્યવહારો પર લાગુ પડશે.

આ નિર્ણયના મુખ્ય ફાયદા

ખેડૂતોને વારસાઈની જમીન વહેંચણીમાં આર્થિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે.

પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચવાની પ્રક્રિયા સરળ અને સસ્તી બનશે.

અનરજિસ્ટર્ડ (બિનદસ્તાવેજી) વ્યવહારોમાં ઘટાડો થશે અને કાયદેસર નોંધણી વધશે.

કોર્ટ કેસ અને પારિવારિક વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે.

હક્ક પત્રક (Record of Rights) વધુ સ્પષ્ટ અને પારદર્શક બનશે.

ખેડૂતોને મોટી રાહત

મુખ્યમંત્રીએ સમાજના અગ્રણીઓ, કિસાન સંઘો અને ખેડૂત સંગઠનોની રજૂઆતને સ્વીકારીને આ નિર્ણય લીધો છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ 9 હેઠળ આ રાહત આપવામાં આવી છે.આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે અને જમીન સંબંધિત વ્યવહારો વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. આને ખેડૂત હિત અને પ્રજાહિતનો એક સારો ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે ખરેખર "સુવર્ણ નિર્ણય" સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગણોત ધારા હેઠળ જમીન ખરીદવાની મુદતમાં એક વર્ષનો વધારો!
હવે થશે વરસાદ અને વાવાઝોડાની સચોટ આગાહી
‘હું અબળા નથી, આદ્યશક્તિ છું’
રાજકોટની સાધના સોસાયટીમાં પ્રચંડ ધડાકો