Home Agriculture Gujarat Govt I Khedut Portal Proved To 60 33 Lakh Farmers Got Direct Benefit

ગુજરાતના ખેડુતો માટે વરદાન બન્યુ I-Khedut Portal : 60.33 લાખ ખેડૂતોને સીધો લાભ મળ્યો

ગુજરાતના ખેડુતો માટે વરદાન બન્યુ I-Khedut Portal
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2024, 07:59 AM IST

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યના વિકાસની સાથે રાજ્યના ખેડૂતોની પણ કાળજી લઈ રહી છે. આઈ ખેડુત પોર્ટલ (I-Khedut Portal) ગુજરાત સરકાર દ્વારા 2014 માં રાજ્યના ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા ખેડૂતોને સરળતાથી તમામ સરકારી કૃષિ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. હવે I-Khedut પોર્ટલ ગુજરાતના ખેડૂતો માટે વરદાન બની ગયું છે.

ગુજરાતના 60.33 લાખ ખેડૂતોને મળ્યો લાભ
હાલમાં ગુજરાત સરકાર આ I-Khedut પોર્ટલ પર કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યોદ્યોગને લગતી તમામ યોજનાઓનો અમલ કરી રહી છે. આ યોજનાઓને લગતી સહાયની રકમ I-Khedut પોર્ટલ દ્વારા ચૂકવવામાં આવી રહી છે. જેને પરિણામે ખેડૂતોને અનેક કૃષિ યોજનાઓનો લાભ તેમની આંગળીના ટેરવે મળી રહ્યાં છે. આ પોર્ટલની શરૂઆત શરૂ કરાઈ ત્યારથી રાજ્યના 60.33 લાખથી વધુ ખેડૂતો દ્વારા વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડુત પોર્ટલ પર કુલ 1.42 કરોડથી વધુ અરજીઓ કરવામાં આવી છે.

ખેડૂતોને સહાયની રકમ મળી
ઉલ્લેખનિય છે કે, આ 60.33 લાખ જેટલા ખેડૂતોને કુલ 20 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે. 3948 કરોડથી વધુ રકમની સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવી છે. નોંધનિય છે કે વર્ષ 2023-24માં લગભગ 2.15 લાખ ખેડૂતોને કુલ રૂ. 640 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા આટલી મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ I-Khedut પોર્ટલની સ્વીકૃતિને યોગ્ય ઠેરવે છે.

વિકાસનું રોલ મોડલ
અટલ બિહારી વાજપેયી દ્વારા આપવામાં આવેલા સુશાસનથી પ્રેરિત થઈને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “ઓછી સરકાર, વધુ શાસન” એ પાયાનો કાર્યકારી મંત્ર બનાવ્યો છે, જેના કારણે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. દેશ આજે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે તેની કાર્ય સંસ્કૃતિમાં સુશાસનનો સમાવેશ કર્યો છે અને નાનામાં નાની વ્યક્તિને પણ કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે I-Khedut Portal જેવી ઘણી સુશાસન પ્રણાલીઓ અમલી બનાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now