ગુજરાતમાં અકસ્માત સંભવિત રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકારે રૂ.188 કરોડ ફાળવ્યા છે... 329 કિલોમીટરના રસ્તાઓ માટે રૂ.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.. વળાંક, ક્રેશ બેરિયર અને સ્પોટ વાઈડનિંગ જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે.. 789 કિલોમીટરના ફોરલેન અને સિક્સલેન માર્ગોના 76 કામો માટે રૂ.87.52 કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા છે.. રાજ્યસરકારે માર્ગ-મકાન વિભાગના હસ્તક આવતી જુદી જુદી કામગીરી માટે રૂ.188 કરોડ મંજૂર કર્યા છે... જે માર્ગ પર અકસ્માતો થવાની સંભાવના વધારે છે તે રસ્તાઓની મરામત કામગીરી માટે રૂ.100.53 કરોડ મંજૂર કર્યા છે. રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ પર વાહનચાલકોની સલામતિ વધે તે અભિગમ અંતર્ગત રકમ ફાળવવામાં આવી છે... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયના કારણે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટશે તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ





