Home International Gujarat Government Agriculture Organic Farming University Scince Govners Offbeatstories

હવે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દેશ-વિદેશમાં વેંચાણ બનશે સરળ : ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક વિજ્ઞાન યુનિવર્સીટી વચ્ચે MoU

હવે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દેશ-વિદેશમાં વેંચાણ બનશે સરળ
Published by: OBS Bureau
Last Updated: Apr 04, 2025, 10:02 AM IST

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

રાજભવન ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ - ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, હાલોલ વચ્ચે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા ગુજકોમાસોલના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું દેશ- વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે એ બાબતે MoU કરવામાં આવ્યા હતા.

આ અવસરે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ઉપાધ્યક્ષ બિપીનભાઈ ગોતા તથા  ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીમ્બડીયા ઉપસ્થિત રહ્યા હતા. 

નોંધનીય છે કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અંગેના રિસર્ચ અને એજ્યુકેશનમાં ખૂબ સારું યોગદાન આપી રહી છે, ત્યારે હવે આ યુનિવર્સિટીના સહયોગથી ગુજકોમાસોલના માધ્યમથી રાજ્યના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ લાભ મળી રહેશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,