ગુજરાતના પ્રખ્યાત સિંગર રાજલ બારોટે યુુવા નેતા અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા છે…રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાની ધામધૂમથી થયેલી લગ્નવિધિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે…રાજલ બારોટના લગ્નમાં ગુજરાતી ફિલ્મી સિતારાઓ અને પ્રખ્યાત ગાયકો સામેલ થયા.
રાજલ બારોટની વિદાય સમયે તેઓ પોતાના સ્વર્ગસ્થ પિતા મણિરાજ બારોટને યાદ કરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…તેવામાં રાજલ બારોટના લગ્નની તસવીરો વાયરલ થાય બાદ તેમના જીવનસાથી અલ્પેશ બાંભણિયા કોણ છે તે જાણવા તેમના ફેન્સ ઉત્સુક જોવા મળ્યા.
ત્યારે તમને જણાવી દઇએ કે રાજલ બારોટના પતિ અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઇ ભગવાનભાઇ બાંભણિયાના પુત્ર છે. ગીરસોમનાથના ઉનામાં તેમને લોકો યુવા નેતા તરીકે ઓળખે છે. તેઓ ઉના નગરપાલિકાના સભ્ય છે. હાલ તેઓ ઉના પાલિકાના કાઉન્સિલર તરીકે સેવા આપી રહ્યા છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






