ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. દિલ્હી ખાતેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, વિપક્ષના પૂર્વ નેતાઓ સહિતના આગેવાનોની મહત્વની બેઠક છે. ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર સહિતના ગુજરાત કોંગ્રેસના જે બેઠકમાં હાજર રહેશે.
ગુજરાત કોંગ્રેસના નવા કેપ્ટન કોણ બનશે?
ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ દિલ્હી ગયા છે. દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠકમાં ખડગે અને રાહુલ ગાંધી સમક્ષ ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તે અંગે ચર્ચા કરાશે, ત્યારે ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ પણ મળી શકે છે.
શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદ પરથી આપ્યું હતું રાજીનામું
શક્તિસિંહ ગોહિલના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામા આપ્યા બાદ પ્રમુખની કામગીરી શૈલેષ પરમારને સોંપવામાં આવેલી છે. જો કે, કેન્દ્રીય કોંગ્રેસના નેતાઓ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે કોંગ્રેસના મજબૂત નેતાની હાથમાં ગુજરાતની કમાન સોંપશે.
રેસમાં આગળ છે લાલજી દેસાઈ
ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે આ વખતે ગુજરાત કોંગ્રેસના કેપ્ટનની રેસમાં સૌથી આગળ લાલજી દેસાઈ છે. જેઓ કોંગ્રેસમાં વર્ષોથી છે તેમજ વર્તમાનમાં રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ છે
જાણો કોણ છે લાલજી દેસાઈ
લાલજી દેસાઈ હાલ પ્રમુખ પદ તરીકે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. તેઓ વર્ષ 2018થી રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. જેઓ રાહુલ ગાંધીના વિશ્વાસુ છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સક્રિય કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે આઝાદીની 75મી વર્ષગાંઠ પર જન જાગૃત્તિ માટે પદયાત્રા કરી હતી.
ભાજપે જૂના નેતાઓને ના પાડી તો એમના સંતાનો માટે માંગી ટિકિટ: ઘી ઢોળાશે તો ખીચડીમાં જ ઢળશે! અમદાવાદના આ વોર્ડમાં ટિકિટ માટે ગરમાગરમી






