Home Gujarat Gujarat Cold Forecast By Paresh Goswami

હવામાન વિભાગની આગાહીઃ : રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બનશે

હવામાન વિભાગની આગાહીઃ
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2024, 07:14 AM IST

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ નોંધાયુ છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ઠંડી વધી શકે છે. જ્યારે આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી છે.

ગુજરાતમાં હાલ ધીરે-ધીરે ઠંડી વધી રહી છે. આ મોસમમાં પહેલીવાર નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આજ સવારથી પવનની ગતિ પણ વધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

એક સપ્તાહ સુધી ઠંડા પવન ફૂંકાશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં ઠંડી અને પવન અંગેની આગાહી આપતા જણાવ્યુ છે કે, 9મી ડિસેમ્બરના રોજથી પવનની ગતિમાં વધારો નોંધાઈ શકે છે. પવનની સ્પીડ વધીને 14થી લઈને 20 કિમી પ્રતિકલાકની ઝડપ રહેશે. આ પવનની ગતી એક સપ્તાહ સુધી જોવા મળી શકે છે.

તીવ્ર ઠંડીનો પડવાની શક્યતા

રાજ્યમાં 9મી તારીખથી ઠંડીમાં વધારો થશે અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આ સાથે અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 7થી 8 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવ જેવો માહોલ સર્જાઈ શકે છે. તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીનો પડવાની શક્યતા છે. જો કે, ઉત્તર ગુજરાત ઉપરાંતના ભાગોમાં પણ તીવ્ર ઠંડી જોવા મળી શકે છે. રાજ્યભરમાં 9થી 15 ડિસેમ્બર સુધી ઠંડી પડી શકે છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now