ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ નોંધાયુ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરી છે. જ્યારે આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને મહેસાણા સહીતનાં જિલ્લાઓમાં વધારે ઠંડી નોંધાશે. 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. અને 23 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






