મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.605.48 કરોડ જુદા જુદા વિકાસકાર્યો માટે ફાળવ્યા. લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા સહિતની નગરપાલિકાઓ તોવડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને જુદા જુદા વિકાસ કાર્યોની ભેટ આપી છે.
ગુજરાતની 25 નગરપાલિકાઓમાં નવા બગીચાઓ બનાવવા માટે રૂ.40 કરોડ ફાળવવામાં આવશે. આ સિવાય 13 મહાનગરપાલિકાઓમાં લાઈબ્રેરીના નિર્માણ માટે રૂ.39 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ સિવાય 22 નગરપાલિકાઓમાં જે લાઈબ્રેરી કાર્યરત છે, તેને સ્માર્ટ બનાવવા માટે રૂ. 33 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 13 નગરપાલિકાઓમાં લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકા દીઠ રૂ. ૩ કરોડ મળી કુલ 39 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહીં, 22 નગરપાલિકાઓમાં હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનના રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂ. 1.50 કરોડ પ્રમાણે કુલ 33 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્ટોર્મ વોટર ડ્રેનેજ, શહેરી સડક યોજના, આઉટગ્રોથ વિસ્તાર વિકાસ, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના તથા રેલવે ઓવરબ્રિજ માટે રૂ.493.48 કરોડ ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઅંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો - શહેરોમાં વસવાટ કરતા નાગરિકોને પાણી, વીજળી, ગટર, રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચારુ રીતે પૂરી પાડવા સાથે વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે.





