Home Gujarat Gujarat Census 2027 Self Enumeration Online Start

ગુજરાતમાં 2027ની ડિજિટલ જનગણના શરૂ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન સ્વ-ગણતરી કરીને કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ

CM Bhupendra Patel
Image Credit: Press Information Bureau
Published by: Suman Dabhi
Last Updated: May 17, 2026, 09:29 AM IST

Census 2027: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂ થયેલી સ્વ ગણતરી નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

તા.31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી.

તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે.


નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકશે

સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.

નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગ દર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.

વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 'AI અને ડીપ ટેક બનશે ભવિષ્યની અર્થવ્યવસ્થાનો પિલર' : અમિત શાહે કર્યું 'Million Minds Tech Park' નું લોકાર્પણ

સ્વ ગણતરી માં ભાગ

ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરી માં ભાગ લઈ શકશે.

ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની વિગતો સ્વ ગણતરી અંતર્ગત ભરી તે વેળાએ રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now