Home Gujarat Gujarat Cabinet Oath Ceremony Friday 2025

શપથ પહેલાં CMના નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી : મંત્રી મંડળ વિસ્તરણને અપાયો અંતિમ ઓપ

શપથ પહેલાં CMના નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 06:18 PM IST

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના માટે તૈયારી આખરી તબક્કે પહોંચી છે. આવતીકાલે શુક્રવારે નવા મંત્રીઓ શપથ લેશે. આ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાદ કરતાં 16 મંત્રીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા હતા. તેમણે સરકારી બંગલા, વાહનો અને ઓફિસ ખાલી કરી દીધી હતી.

મુખ્ય રાજકીય ચહલપહલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગાંધીનગર પહોંચ્યા હતા. તેમની સાથે સુનિલ બંસલ, રત્નાકર પાંડે અને જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા.


ડીનર ડિપ્લોમસીમાં મંત્રીમંડળની ચર્ચા

મુખ્યમંત્રીના નિવાસસ્થાને ડીનર બેઠક યોજાઈ, જેમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ અંગે અંતિમ વિચારવિમર્શ થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા ચહેરાઓ અને પ્રદેશ સંતુલન વિશે ચર્ચા કરવામાં આવી.


મુખ્યમંત્રી-રાજ્યપાલની બેઠક છેલ્લી ક્ષણે રદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથેની નક્કી થયેલી મુલાકાત અંતિમ ઘડીએ રદ થઈ હતી.
હવે શુક્રવારે સવારે મુખ્યમંત્રી નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપશે અને શપથવિધિ માટે મંજૂરી લેશે.


ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત

ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં જે.પી. નડ્ડા, સુનિલ બંસલ, રત્નાકર પાંડે અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રો મુજબ, ભૂપેન્દ્ર પટેલે નડ્ડા અને બંસલ સાથે વિસ્તૃત ચર્ચા કરી, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, આદિવાસી વિસ્તારો અને મહિલા પ્રતિનિધિત્વ પર ખાસ ભાર મૂકાયો હતો.


મહાત્મા મંદિરમાં શપથવિધિની તૈયારી

અહેવાલો મુજબ, શપથવિધિ શુક્રવારે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 સભ્યોના નવા કેબિનેટને નેતૃત્વ આપશે.


ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ

રાજ્યની રાજધાનીમાં આખી રાત રાજકીય હલચલ જોવા મળી રહી છે. ધારાસભ્ય નિવાસ અને સર્કિટ હાઉસ ખાતે ભાજપના નેતાઓની અવરજવર ચાલુ છે.
હવે સૌની નજર શુક્રવારની શપથવિધિ અને નવા મંત્રીઓના નામો પર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
Play Video