Home Gujarat Gujarat Ats Takes Major Action In Rajasthan

ગુજરાત ATSની રાજસ્થાનમાં મોટી કાર્યવાહી : ભીવાડીમાં ફેક્ટરી પર પાડ્યો દરોડો, મોટા પ્રમાણમાં સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત

ગુજરાત ATSની રાજસ્થાનમાં મોટી કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 12:55 PM IST

Gujarat ATS in Rajasthan : ગુજરાત ATS દ્વારા રાજસ્થાનમાં કરવામાં આવેલી મોટી કાર્યવાહીથી નશાના ગેરકાયદેસર કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત ATS એ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), જયપુર તથા સ્થાનિક પોલીસના સંકલનમાં રાજસ્થાનના ભીવાડી વિસ્તારમાં એક ફેક્ટરી પર સંયુક્ત દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે તૈયાર કરવામાં આવતા સાયકોટ્રોપિક ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેના કારણે ડ્રગ્સ નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે.

(અખિલેશ મોર્ય)

22 કિલો સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત કર્યા

આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ATS અને SOGની ટીમે ફેક્ટરીમાંથી અંદાજે 22 કિલો સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ફેક્ટરીમાં મોટા પાયે નશીલા પદાર્થોનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું અને તેને અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરવાની તૈયારી હતી.

(અંશુલ શાસ્ત્રી)

ત્રણ આરોપીઓને દબોચી લીધા

દરોડા દરમિયાન મુખ્ય આરોપીઓ તરીકે અંશુલ અનિલકુમાર શાસ્ત્રી, અખિલેશ કુમાર પારસનાથ મૌર્ય અને કૃષ્ણ કુમાર શ્રેઈ યાદવને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફેક્ટરીમાં કામ કરતા ત્રણ મજૂરો/કામદારોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતાં હતા તેમજ ક્યાં સપ્લાય થવાના હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે

(ક્રિષનાકુમાર યાદવ)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now