Home Agriculture Guarantee Gift Farmer New Year 2025 Agriculture Loan Lakh Rupees

ગેરંટી વગર લોનની ગેરંટી : 2025માં ખેડૂતોને મળી મોટી ભેટ, ખેતી માટે ખેડૂતોને સરકાર આપશે 2 લાખ રૂપિયા!

ગેરંટી વગર લોનની ગેરંટી
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2024, 07:16 AM IST

વર્ષ 2025 ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારક રહેશે. નવા વર્ષે  ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતોને મોટી ભેટ આપી છે. RBIએ ખેડૂતોને કોઈપણ જાતના જામીન વગરની 2 લાખની લોન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી દેશભરના 86 ટકા ખેડૂતોને તેનો લાભ મળશે.

કરોડો ખેડૂતોને મળશે સીધો લાભ:

ખેડૂતોની દયનીય બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય રિઝર્વ બેંક મોટો નિર્ણય કર્યો છે. 1 જાન્યુઆરી 2025થી ખેડૂતો માટે ગેરંટી વગરની લોનની મર્યાદામાં વધારો કરાયો છે. પહેલાં ખેડૂતોને ગેરંટી વગર 1 લાખ 60 રૂપિયાની લોન મળતી હતી. પરંતુ ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી હવે લોનની મર્યાતા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. ખેતીના વધતા ખર્ચ વચ્ચે સરકારનું આ પગલું નાના અને સીમાંત ખેડૂતો માટે ઘણું ફાયદાકારક સાબિત થશે.

15 વર્ષમાં ત્રીજી મોટી રાહત:

વર્ષ 2010માં RBIએ કોઈપણ ગેરંટી વગર ખેતી માટે લોનની 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. જો કે ખેડૂતોની સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી વર્ષ 2019માં લોનની મર્યાદા વધારી 1 લાખ 60 હજાર રૂપિયા કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા ખેડૂતોની વધુ જરૂરિયાત હોવાથી હવે આ મર્યાદા 2 લાખ રૂપિયા કરવામાં આવી છે.

દેશના 86 ટકા ખેડૂતોને મળશે લાભ:

ખેતીનો વધતો ખર્ચ અને ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કૃષિ મંત્રાયલ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ દેશના 86 ટકા નાના ખેડૂતોને થવાનો છે. બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ માર્ગદર્શિકાનો તાત્કાલિક અમલ કરે અને લોનની નવી જોગવાઈઓ વિશે વ્યાપક જાગૃતિ ફેલાવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now