Home Education/Career Gsrtc Driver Conductor Recruitment 8917 Posts Gujarat

ગુજરાત STમાં બંપર ભરતી : જાણો લાયકાત, પગાર અને અરજીની સંપૂર્ણ માહિતી

GSRTC Recruitment, Driver Recruitment
Published by: Vishal Dave
Last Updated: Jun 05, 2026, 07:27 PM IST

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા Driver અને Conductorની કુલ 8,917 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક મોટી તક માનવામાં આવી રહી છે.

ભરતી અંતર્ગત 4,318 Conductor અને 4,599 Driverની જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ મારફતે પૂર્ણ કરવાની રહેશે. ખાસ વાત એ છે કે પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ સુધી દર મહિને 26,000 રૂપિયા ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

8,917 જગ્યાઓ પર થશે ભરતી

GSRTC દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં કુલ 8,917 જગ્યાઓ સામેલ છે. તેમાં Driver અને Conductor બંને કેડરની જગ્યાઓનો સમાવેશ થાય છે.

વિગતો મુજબ:

  • Conductorની જગ્યાઓ: 4,318

  • Driverની જગ્યાઓ: 4,599

  • કુલ જગ્યાઓ: 8,917

રાજ્યભરના વિવિધ ડેપો અને વિભાગોમાં આ ભરતી કરવામાં આવશે. મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર થતાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અરજી ક્યારે અને ક્યાં કરવી?

આ ભરતી માટે ઉમેદવારો 6 જૂનથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ નક્કી કરવામાં આવી છે.

ઉમેદવારોએ OJAS પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે.

અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ભરતીની સત્તાવાર જાહેરાત અને તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે. અરજીમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવામાં આવશે તો અરજી રદ થઈ શકે છે.

ફોટો અને સહી અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખો

ઓનલાઇન અરજી દરમિયાન ઉમેદવારોએ પોતાનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.

નિર્ધારિત માપદંડ મુજબ:

  • ફોટો JPG ફોર્મેટમાં હોવો જોઈએ

  • ફોટોનું કદ 10 KBથી વધુ ન હોવું જોઈએ

  • ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.5 સેમી પહોળાઈ

  • સહી JPG ફોર્મેટમાં હોવી જોઈએ

  • સહીનું કદ 10 KBથી વધુ ન હોવું જોઈએ

  • સહીનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ

ઉમેદવારોએ પોતાનો જ ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. અન્ય કોઈ વ્યક્તિનો ફોટો અથવા સહી અપલોડ કરવામાં આવશે તો અરજીપત્રક રદ થઈ શકે છે.

અરજીમાં મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આપવો જરૂરી

GSRTC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉમેદવારોએ અરજી દરમિયાન પોતાનો મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડી ફરજિયાત દર્શાવવાનો રહેશે.

ભરતી પ્રક્રિયા દરમિયાન આવનારી તમામ માહિતી, સૂચનાઓ અને અપડેટ્સ માટે આ વિગતોનો ઉપયોગ કરવામાં આવશે. તેથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી મોબાઇલ નંબર અને ઈ-મેઇલ સક્રિય રાખવા જરૂરી રહેશે.

ઉમેદવારોએ સમયાંતરે GSRTCની સત્તાવાર વેબસાઇટ પણ તપાસતા રહેવું જોઈએ.

Driver માટે શું છે લાયકાત?

Driverની જગ્યાઓ માટે ઉમેદવારોને કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂર્ણ કરવી પડશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ધોરણ 12 પાસ (10+2) હોવો જરૂરી છે.

વયમર્યાદા

  • લઘુત્તમ વય: 25 વર્ષ

  • મહત્તમ વય: 35 વર્ષ

અનામત વર્ગના ઉમેદવારોને રાજ્ય સરકારના નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

દ્રષ્ટિ ક્ષમતા

ઉમેદવારની દ્રષ્ટિ સામાન્ય અને સ્વચ્છ હોવી જોઈએ. રંગ અંધત્વ (Color Blindness) ધરાવતા ઉમેદવારો પાત્ર ગણાશે નહીં.

ઊંચાઈ માટે શું છે નિયમ?

Driverની જગ્યાઓ માટે શારીરિક માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે.

પુરુષ ઉમેદવારો માટે:

  • ઓછામાં ઓછી ઊંચાઈ 162 સેમી

  • અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 160 સેમી

મહિલા ઉમેદવારો માટે:

  • ઓછામાં ઓછી ઊંચાઈ 158 સેમી

Driver માટે લાયસન્સ અને અનુભવ ફરજિયાત

Driverની જગ્યાઓ માટે Heavy Vehicle Driving Licence ફરજિયાત રાખવામાં આવ્યું છે.

પુરુષ ઉમેદવારો માટે:

  • Public Vehicle ચલાવવાનું Heavy Licence હોવું જરૂરી

  • Heavy Driving Licence ઓછામાં ઓછું ચાર વર્ષ જૂનું હોવું જોઈએ

  • Heavy Vehicle ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ

  • Transport Company અથવા સંસ્થા તરફથી અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે

અનુભવની ગણતરી દરમિયાન બ્રેકનો સમય ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

મહિલા ઉમેદવારો માટે ખાસ જોગવાઈ

મહિલા ઉમેદવારો માટે પણ Heavy Licence ફરજિયાત રાખવામાં આવ્યું છે.

જો મહિલા ઉમેદવાર પાસે Heavy Vehicle ચલાવવાનો અનુભવ હશે તો તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

જો અનુભવ ન હોય તો GSRTCના Automatic Driving Test Centre ખાતે બે મહિનાની તાલીમ આપવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ જ બસ ચલાવવા માટેની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પાંચ વર્ષ સુધી મળશે 26 હજાર રૂપિયા ફિક્સ પગાર

ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ સુધી દર મહિને 26,000 રૂપિયાનું ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાઓ માટે આ એક મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે. ખાસ કરીને Driver અને Conductor ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ ભરતી ખૂબ જ ઉપયોગી બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now